મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: જાડેજા જ્યારે આરામ પર હોય ત્યારે જામનગર ખાતે આવેલા પોતાના ઘર અને ફાર્મહાઉસની મુલાકાતના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતો હોય છે. હાલ જાડેજા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સિરીઝમાં પસંદગી થતા સાઉથ આફ્રિકામાં છે. ત્યારે તેનું કામ બહેન નયનાબા જાડેજાએ સંભાળ્યું છે. સોશિયલ મીડિયા પર નયનાબાએ જાડેજાનો એક ફોટો શેર કર્યો છે. પોસ્ટમાં લખ્યું છે કે, 'મેરી બેટી મેરા અભિમાન' જેમાં જાડેજાએ નિધ્યાનાનું નામ લખેલી ટોપી પહેરી પોતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે. નયનાબા દ્વારા કરાયેલી આ પોસ્ટ હાલ સોશિયલ મિડિયામાં ધૂમ મચાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ઉત્તરોત્તર પોતાની કિર્તી આગળ વધારી છે. રિવાબા સાથે જ્યારે તેના લગ્ન થયા ત્યારે પણ તેની તસવીરો ચાહકોએ ઘણી પસંદ કરી હતી. લગ્ન જીવન દરમ્યાન તેમને એક દિકરી હતી અને તેનું નામ નિધ્યાના રાખવામાં આવ્યું હતું. તેમની સંસ્કૃતિ અને રિવાજો મુજબ આ નામ તેના ફોઈ દ્વારા આપવામાં આવ્યું હતું. હાલ રવિન્દ્ર જાડેજા સાઉથ આફ્રિકામાં છે ત્યાં ચાલી રહેલી સિરિઝમાં તે ભારતીય ટીમમાં સ્થાન પામ્યો છે. આ સિરિઝમાં અન્ય ખેલાડી, રહાને, કોહલી, ધોની સહિતના પ્લેયર્સએ પણ ભારતને જીત અપાવવા કમર કસી લીધી છે.