મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:  આવતી ૨૫મી નવેમ્બરે રોજ અમદાવાદમાં રાષ્ટ્રીય દલિત અધિકાર  મંચ દ્વારા ગુજરાત રાજ્યમાં ‘બંધારણ બચાવો’ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં રાજ્યભરમાંથી તમામ દલિત, આદિવાસી, લઘુમતી તથા બંધારણ પ્રેમી અને બંધારણ રક્ષક યુવાઓ, મહિલાઓ અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો જોડાવાના છે. 

‘બંધારણ બચાવો’ની આ યાત્રા અમદાવાદના ચાંદખેડાના વીરમાયા સંકુલથી ચાલુ થઇ  સાબરમતી, વાડજ, શાહીબાગ, મેઘાણીનગર, સૈજપુર, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર અને અમરાઈવાડી પોસ્ટ ઓફીસ રસ્તાએ પહોંચીને રાત્રે ૮ વાગે સમાપન થશે. 

રાષ્ટ્રીય દલિત અધિકાર  મંચના કન્વીનર ભરત  શાહે જણાવ્યું હતું કે, “આ યાત્રા હતુ એ છે કે જે અત્યારની ભાજપ સરકાર સંવિધાનના મુદ્દે ચેડાં કરવાના પ્રયત્નો કરે છે અને ભાજપના સ્વ. અનંત કુમારનું સંવિધાન બદલવાનું નિવેદન હતું. જે રીતે ભાજપ અને સંઘના નેતાઓ જાહેરમાં સ્ટેટમેન્ટ આપે છે કે હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાનું કહે છે એ અંતર્ગત હિંદુ રાષ્ટ્ર બનાવવાની પરિકલ્પનાને કોઈ સ્થાન નથી. દરેક સ્થળે દરેક સમાજના આગેવાનો યાત્રાનું સ્વાગત કરશે અને યાત્રામાં જોડાશે અને અમરાઈવાડીમાં જોડાશે. આ યાત્રા એ કોઈ રાજકીય કાર્યક્રમ નથી પરંતુ આમાં જુદા જુદા સામાજિક સંગબધા સ્વૈછિક રીતે આમાં જોડાશે.” આ યાત્રામાં ૫ થી ૬ હજાર જેટલા લોકો ભાગ લેશે.