મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં સ્થિત પ્રસિદ્ધ શનિધામ મંદિરના સંસ્થાપક અને સ્વયંભૂ સંત દાતી મહારાજ પર એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મહિલાઓ દાતી મહારાજના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી છે. યૌન ઉત્પીડનના આરોપ લગાવનાર મહિલા કથિત રીતે મહરાજની શિષ્ય જ હતી.

એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે મહિલાની ફરિયાદ બાદ દાતિ મહારાજ સામે આઈપીસી 376, 377, 354 અને 34 અંતર્ગત કેસ દાખલ થયો છે. પોલીસે એફઆઈઆર ફાઈલ કરી કેસની તપાસ પણ શરૂ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ આધારે મહિલાએ આરોપ લગાવ્યો છે કે દાતી મહારાજે તેની સાથે મંદિરની અંદર જ રેપ કર્યો. મહિલા દ્વારા પોલીસ ફરિયાદમાં કહેવાયું કે બે વર્ષ પહેલા મહિલા સાથે રેપ થયો હતો. જોકે ડરને કારણે તે આટલા દિવસો સુધી ફરિયાદ કરી શકી ન હતી.

રિપોર્ટ મુજબ સાથે જ પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે દાતી મહારાજે તેને આ વાત કોઈને ન કરવાની ધમકી આપી હતી. પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, નિયમીત રીતે દાતી મહારાજના ઉપદેશોને સાભળવા માટે તે આશ્રમમાં આવતી જતી રહેતી હતી.

મીડિયા રિપોર્ટ્સ આધારે પીડિતા દ્વારા અપાયેલા સાક્ષીઓના આધાર પર પોલીસે દાતી મહારાજ વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે. પોલીસ હાલ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમક્ષ પીડિતાનું નિવેદન ફાઈલ કરવા જઈ રહી છે અને તેના બાદ દાતી મહારાજના શનિધામની તપાસ કરશે. પીડિતાએ એવું પણ કહ્યું કે તે એક માત્ર મહારાજનો શિકાર બની હોય તેવું નથી પણ ઘણી મહિલાઓ બાબાનો શિકાર બની ચુકી છે.

સાથે જ મહારાજ દિલ્હીના શનિધામ મંદિરના સંસ્થાપક છે અને કોઈ ટીવી ચેનલો પર નિયમિત રુપે રાશિફલ પ્રસ્તુત કરે છે. દાતી મહારાજ દિલ્હી સહિત દેશભરમાં શનિ ઉપાયો અને કર્મકાંડના જ્ઞાતા રીતે ખાસા પ્રખ્યાત છે. તેમને આપ મોટા ભાગે ટીવી ચેનલોમાં શનિદેવ સંબંધિત ઉપાયો બતાવતા જોઈ શકો છો. શનિદેવમાં શ્રદ્ધા રાખનાર હજારો લોકો દાતી મહારાજમાં ઊંડી આસ્થા રાખે છે અને દેશ ભરમાં ભક્ત તેમના શનિધામમાં આવતા જતા રહે છે.