મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં પોતાના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છ. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 19 નવેમ્બરે દીપિકા રણવીર સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ત્યાં જ સામે રણવી રે એક નવું ઘર પણ લઈ લીધું છે, જ્યાં તે લગ્ન પછી દીપિકા સાથે રહેશે. રણવીરે બાંદ્રાના શ્રી એપાર્ટમેન્ટ્સમાં નવું ઘર લીધું છે. માહિતીઓ મુજબ આ જ કોમ્પલેક્ષના 6, 7 અને 8મા માળે રણવીર પોતાના માતા-પિતા અને બહેન શાથે રહેતો હતો. હવે રમવીરે ચૌથા માળે પણ નવું ઘર લીધું છે.

બુધવારે દીપિકાની માતા ઉજ્જલા સાથે મુંબઈ સ્થિત બાંદ્રાની જ્વેલરી શૉપ પર ખરીદી કરવા પહોંચી હતી. તે ત્યાં સોનું ખરીદવા ગઈ હતી. કહેવાય છે કે લગ્નમાં બંને પરિવારોને ફક્ત નજીકના વ્યક્તિઓને જ બોલાવ્યા છે અને મીડિયા કવરેજથી પણ દૂર રહ્યા છે.