મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડના જાણીતા ફિલ્મકાર સંજય લીલા ભણસાલી હવે ફિલ્મસ્ટાર રણવીરસિંહ અને જાણીતી હિરોઈન આલીયાને લઈને એક ફિલ્મ બનાવે તેવી સંભાવના છે. સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત ફિલ્મ પદમાવત આ વર્ષે બોક્સ ઓફીસ પર ૩૦૦ કરોડ રુપીયાથી વધારે કમાણી કરીને છવાઈ ગઈ હતી.

જ્યારે પદમાવત પછી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સંજય લીલા ભણસાલી ટૂંક સમયમાં સલમાનખાન, ઋત્વિક રોશન અથવા રણવીર સિંહને લઈને કોઈ નવી ફિલ્મ બનાવી શકે છે, પરંતુ હવે એવું કહેવાઈ રહ્યું છે કે, સંજયની આગામી ફીલ્મમાં રણવીર સિંહ હીરો હશે. જ્યારે અભિનેત્રી તરીકે અત્યારે વધુ લોકપ્રિય બનેલી આલિયા ભટ્ટને લેવાનું નક્કી જ છે. સંજય લીલા ભણસાલી આલિયા ભટ્ટને ખુબજ પસંદ કરે છે. જેમાં તેઓ આલિયાની એક્ટિંગથી પણ ખુબ પ્રભાવિત થયેલા છે.આથી તે રણવીર અને આલિયાની જોડીને ચમકાવવા માંગે છે.