મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: તમિલનાડુના કોઈમ્બતુરના ઇશા ફાઉન્ડેશને અનધિકૃત બાંધકામ કરવા ઉપર ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા આકરી ટીકા કરી છે. તેથી વન વિભાગને પરોઠના પગલાં ભરવા પડે એવી શરમજનક સ્થિતીમાં આવી ગયું છે.

CAG એ આક્ષેપ કર્યો છે કે,ઇશા ફાઉન્ડેશને2 005-2008માં હિલએરીયા કન્ઝર્વેશન ઓથોરિટીની પરવાનગી લીધા વિના હાથીના રક્ષણ માટે તૈયાર કરાયેલાં કોરિડોર અને રક્ષિત વન વિસ્તારમાં બાંધકામ કરી દીધું હતું. આ સંસ્થાના વડા સમગ્ર દેશમાં ફરીને નદી બચાવો પર્યાવરણ વચાવોની ઝૂંબેશ સમગ્ર દેશમાં ચલાવી રહ્યાં છે. તેઓ ગુજરાતમાં આવ્યા હતા અને સાબરમતી નદીના કાંઠે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં તેમણે નદી બચાવો કાર્યક્રમ રાખ્યો હતો.

CAG અહેવાલ સ્પષ્ટ સૂચવે છે કે, "કોઈમ્બતુર જિલ્લા ક્ષેત્રના અધિકારીઓએ વિસ્તારનું મુલ્યાંકન કર્યું હોવા છતાં, તપાસ કરી હોવા છતાં અને વળી, ફેબ્રુઆરી 2012માં નિયમોનું ઉલ્લંઘન પણ આ અધિકારીએ જોયું હતું. તેમ છતાં વન વિભાગ વધુ બાંધકામ રોકવામાં નિષ્ફળ ગયો હતો.

ઉલ્લંઘન શું હતું?

કેગનો અહેવાલ સોમવારે રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ઇશા ફાઉન્ડેશને બુલુવપટ્ટી ગામમાં 32,856 ચોરસ ફૂટના વિસ્તારમાં ગ્રામ પંચાયતની પરવાનગી સાથે વિવિધ ઇમારતોનું નિર્માણ કર્યું છે. આ બાંધકામ 1994 અને 2008ની વચ્ચેનું હતું. પરંતુ આ બાંધકામ હિલએરીયા કન્ઝર્વેશન ઓથોરિટી (એચએસીએ) તરફથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવ્યા વિના કરવામાં આવ્યું હતું.

એચ.એ.સી.એ.ની ફરજ એ છે કે તેણે ટેકરીઓ પરનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે તે જોવું જોઈતું હતું. 2003માં સરકારના આદેશ મુજબ ગામડામાં વ્યાપારી સ્થળ અને ઑફિસની ઇમારતોના બાંધકામ માટે એચ.એ.સી.એ.ની મંજૂરી જરૂરી હતી.

ઑક્ટોબર 2011 માં, ફાઉન્ડેશને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) અને તે પાછલી અસરથી લાગુ થતાં પરિબળ સાથે મંજૂરી આપવાનો આગ્રહ કર્યો.

પરંતુ 2012 માં, જ્યારે વન ખાતાના એક અધિકારીએ આ સ્થળની મુલાકાત લીધી, ત્યારે તેમને જાણવા મળ્યું કે 2005-2008માં હાથ ધરાયેલી 11,873 ચોરસ મીટરના વિસ્તારમાં ઇમારતોના બાંધકામ અગાઉ પંચાયત દ્વારા એચ.એ.સી.એ. તો મંજૂરી આપી દીધી છે અને તેના ઉપર બાંધકામ થઈ ગયું છે.

'હાથીના સલામત સ્થળાંતર માટે બનેલો કોરિડોર

'સ્થળ મુલ્યાંકન’ અહેવાલમાં જણાવ્યું છે કે, ફેબ્રુઆરી અને એપ્રિલ 2012માં જંગલ વિભાગ દ્વારા અપાયેલી નોટિસો છતાં આ ફાઉન્ડેશન દ્વારા બાંધકામ ચાલુ રાખ્યું હતું, એવી વિનંતી પર કે બિલ્ડિંગ્સ બુલુવપટ્ટી રિઝર્વ ફોરેસ્ટ રેન્જના સંરક્ષિત વિસ્તારમાં છે, હાથી વસવાટ જે કોરિડોર માટે જાણીતા છે.

કેગના અહેવાલમાં જણાવાયું છે કે એનઓસીની વિનંતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા (ફેબ્રુઆરી 2013) પરત કરી હતી અને ત્યારબાદ વધુ બાંધકામ અટકાવવા માટે કોઈ કામગીરી વન વિભાગે કરી પણ ન હતી કે બાંધકામ હઠાવવા માટે કોઈ ફોર્સ કામે લગાડેલો ન હતો.

ગંભીર બાબત એ છે કે, આ ઉલ્લંઘન છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી 2017માં ઇશા ફાઉન્ડેશનમાં આવ્યા હતા, જેના કેમ્પસમાં 113 ફૂટ ઊંચી શિવ મૂર્તિનું અનાવરણ તેમણે કર્યું હતું.

રાજકીય તાકાત બતાવતા આ પ્રદર્શન બાદ ફરીથી સરકારના વન વિભાગ પર પ્રભાવ પાડવા માટે વડાપ્રધાનના આગમનના એક મહિના પછી, ઇશા ફાઉન્ડેશને વન ખાતાને ફરીથી વિનંતી કરી કે તેને એનઓસી આપી દેવામાં આવે. તાલુકા અધિકારી, મહેસૂલ વિભાગમાંથી પણ પરવાની મેળવવામાં આવી હતી. વન વિભાગના જિલ્લા જંગલ અધિકારી, કોઈમ્બતુર જંગલ મુખ્ય સંરક્ષકના(પીસીસીએફ)ને વિનંતી કરી હતી કે એચ.એ.સી.એ.ની પરવાનગીની ભલામણ કરે.

પરવાનગી માટેના કારણોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઇમારતો તો પહેલેથી જ બનાવવામાં આવી હતી અને તે લોકો દ્વારા ધાર્મિક હેતુઓ માટે ઉપયોગમાં લેવાઈ રહી છે.

'અરજદારે અગાઉની અસરથી અમલી બને એ રીતે ગેરકાયદે ઈમારતોને મંજૂરી આપાવની વિનંતી કરીને માંગ કરી હતી. જે તે રિઝર્વ ફોરેસ્ટ સીમાથી 100મીટરની અંદર છે.

મદ્રાસની વડી અદાલતમાં એક વ્યક્તિએ જાહેર હિતની અરજી કરી હતી. હાઈકોર્ટમાં ઈશા ફાઉન્ડેશન દ્વારા  સૂચિત વિસ્તારોમાં બનાવવામાં આવેલા મકાનોનો ખાત્મો બોલાવવા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું. વન્યજીવનના લાભ માટે અને કુદરતી ટેકરીઓમાં વિક્ષેપને રોકવા માટે કોરીડોર બનેલો છે. જેમાં એચએસીએની મંજૂરી બાકી (જુલાઇ 2017) હતી. તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

જ્યારે ટી.એન.એમ.એ તત્કાલિન PCCF ના વરિષ્ઠ પી સી ત્યાગીનો સંપર્ક કર્યો હતો, ત્યારે તેમણે કબૂલાત કરી હતી કે નિયમોના સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે. "અમારા તરફથી તેને એચ.એ.સી.એ. પર પસાર કરી દીધી હતી, તે એચ.એ.સી.એ. સમિતિ સમક્ષ મૂકવામાં આવી હતી.હાઉસિંગ સેક્રેટરીના આ બાબત ધ્યાનમાં મૂકવામાં આવી હતી. મને ખબર નથી કે કોઈ નિર્ણય લેવામાં આવ્યો હતો."

જ્યારે ટી.એન.એમ. ઈશા ફાઉન્ડેશનને સંપર્ક કર્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે તે જરૂરી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે.

સત્તાવાર પ્રવક્તા રાહુલ દુબે જણાવે છે કે, "ઇશા ફાઉન્ડેશન કેગના રિપોર્ટમાં પ્રસ્તુત વિગતોથી સંપૂર્ણપણે વાકેફ નથી. અમે અમારી ઇમારતો માટે આવશ્યક મંજૂરીઓ મેળવવા માટે યોગ્ય પ્રક્રિયાને અનુસરી છે. તેવું અમે એફિડેવિટ કરી કહીએ છીએ." "અમે તમામ બાબતોને જાણ્યા વિના આ બાબત પર કંઈ કહેવાથી દૂર રહેવાની વિનંતી કરીએ છીએ," તેમણે ઉમેર્યું.

ખાસ કરીને પૂછવામાં આવ્યું છે કે એચ.એ.સી.એ.ના પ્રશ્નમાં એનઓસી હોય છે ખરી, તો તેઓનો કોઈ જવાબ નથી.

ઇમારતોના બાંધકામ દરમિયાન 2012 માં જારી કરવામાં આવેલા નોટિસો પર કાર્યવાહી કરવામાં નિષ્ફળતા બદલ કેગ દ્વારા હવે જંગલ વિભાગની આલોચના કરવામાં આવી છે.

'એચએસીએને કેસની ભલામણ કરતા પહેલાં ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાના પગલાં અને પાણીના ટ્રાફ્ટ્સની રચના માટે આગ્રહ કર્યો ન હતો. આને કારણે જૈવિક જાતોને નુકશાન થાય અને પર્યાવરણની સલામતી સાથે બંધછોડ કરી હતી.

પર્યાવરણીય સંશોધકોએ એવો આક્ષેપ કર્યો છે કે વન વિભાગ, રાજ્ય સરકાર અને કેન્દ્ર બધા પરવાનગી આપવા માટે દબાણ કરી રહ્યાં છે.

પર્યાવરણ કાર્યકર્તા નિત્યાનંદ જયરામને જણાવ્યું હતું કે, "આ બાંધકામ પછી માનવ-પ્રાણીના સંઘર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે અને આ તમામ સંસ્થાઓ હવે આ વિસ્તારમાં દરેક માનવ મૃત્યુ માટે કારણભૂત બની ગયા છે. જો રાજ્ય સરકારને અંતરાત્મા હશે, તો તેઓ તરત જ દબાણો તોડી નાખશે.”