મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ આતંકી અમર સઈદ શેખની જીંદગી પર આધારિત ફિલ્મ ઓમેર્ટાના ફિલ્મકાર હંસલ મહેતાનું કહેવું છે કે તે જાણે છે કે તેમની ફિલ્મનું સેન્સર બોર્ડથી પસાર થવું સહેલું નહીં હોય. હંસલ મહેતા પહેલા પણ પોતાની ફિલ્મોને લઈને સેન્સર બોર્ડથી બે-બે હાથ થઈ ચુક્યા છે. તે ઓમેર્ટામાં છેડછાડ નહીં કરવાને લઈને સેન્સર બોર્ડથી લડવા માટે તૈયાર હતા. તેના પહેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તે એક પણ કટ લગાવવાની પરમીશન નહીં આપે.

જોકે ફિલ્મ ફક્ત એક પ્રમુખ કટ કરવાના આદેશ આપ્યા છે. આ એક સીનમાં જ્યારે શેખ (રાજકુમાર રાવ) જેલમાં પેશાબ કરે છે અને તે દરમયાન બહાર ભારતનું રાષ્ટ્રગાન ગવાઈ રહ્યું છે. સેન્સર બોર્ડએ આ આપત્તિજનક દ્રશ્યથી રાષ્ટ્રગાનને હટાવવા અંગે કહ્યું છે. ફિલ્મ ઓર્મેટાના નિર્માતા ફુકરાન ખાનએ કહ્યું, અમે ફિલ્મના આ દ્રશ્યથી રાષ્ટ્રગાનને હટાવવાનું કહ્યું છે. અમે ખુશી છે કે તેનું પાલન કરાયું અને ફિલ્મને એ પ્રમાણપત્ર મળ્યું, જેની ફિલ્મ હકદાર છે.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 4 મેએ રિલિઝ થવાની છે. જેની પુરી કહાની આતંકી હમલાની આસપાસ ફરી રહેલી નજરે પડશે. જેમાં 9/11નો હુમલો, મુંબઈ હુમલો અને અમેરિકી પત્રકાર ડેનિયલ પર્લની બેરહેમીથી કરાયેલી હત્યાની ઘટના શામેલ છે.