મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: અવારનવાર વિવાદોમાં રહેતા ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી વધુ એકવાર વિવાદમાં સપડાયા છે. નોરતાના પ્રથમ દિવસે જ રૈયાણીએ બુટ પહેરીને માતાજીના દર્શન કર્યા હોવાના ફોટોઝ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. જેને લઈને ધર્મપ્રેમી લોકોમાં રૈયાણી સામે ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રૈયાણીએ જાનથી મારવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે વરરાજા સાથેની જાન મ્યુ. કમિશ્નરને રજૂઆત કરવા પહોંચી હતી. તેમજ ચૂંટણી પૂર્વે પણ બળજબરીપૂર્વક પોતાના મતવિસ્તારની એક દુકાનમાં ઘૂસી દુકાનદારને માર મારવાની ઘટનામાં પણ રૈયાણી પર આક્ષેપો થયા હતા. ઉપરાંત થોડા દિવસો પૂર્વે તાલુકા પંચાયતની ગ્રાન્ટ વાપરવા મુદ્દે થયેલ બબાલમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું.