મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: કુવાડવા રોડ પરના માલિયાસણ નજીક 40થી વધુ મુસાફરોથી ભરેલી એસ.ટી. બસ ટ્રક સાથે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108નો કાફલો દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 

માલિયાસન નજીક ઝાલોદ-જામનગર રૂટની એસ.ટી. બસનો ટ્રક સાથે અકસમાત સર્જાયો હતો. જેમાં નવીનચંદ્ર કનુભાઇ મકવાણા અને નરવત વેસ્તા તડવી નામના બે શખ્સોના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 6 જેટલા લોકોને ગંભીર ઇજાને પગલે સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક- બે લોકોની હાલત ખૂબ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ અકસ્માત થવાનું કારણ તો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.