મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: દેશભરમાં ઉજાસના પર્વ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હિન્દુધર્મ અનુસાર વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામા આવતુ હોય છે. જો કે આધુનિક સમયમાં ચોપડાનું સ્થાન ટેબ્લેટ તેમજ લેપટોપે લઈ લીધું છે. ત્યારે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આધુનિક અને પૌરાણિક માન્યતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.

જેમાં ચોપડાની સાથે-સાથે ટેબ્લેટ અને લેપટોપનું પણ સાધુસંતોની હાજરીમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે હજારોની સંખ્યામા હરિભક્તો તેમજ વેપારીઓ અને ઉદ્યોગકારો પોતાના ટેબ્લેટ અને લેપટોપ સાથે હાજર રહ્યા હતા અને શ્રધ્ધાપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.