મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં કેફી પદાર્થનો વેપાર યથાવત હોવાની બાતમીને આધારે એસઓજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના હનુમાન મઢી ચોક નજીકથી 3.7316 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો છે. એસઓજીએ સાગર જળુ નામના શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાંથી અગાઉ પણ મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાઇ ચુક્યો છે. ત્યારે શહેરમાં ગાંજાનો જથ્થો ક્યાંથી આવી રહ્યો છે. તે જાણવા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.