મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં અંધશ્રદ્ધામાં નાના બાળકનો ભોગ લેવાયાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના ભગવતી પરા વિસ્તારમાં આવેલી આજી નદીના પટમાંથી 5 વર્ષના બાળકનું કાપેલું માથું મળી આવ્યું છે. આ અંગેની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ તરવૈયાઓની મદદથી બાળકનું ધડ શોધવા તપાસ હાથ ધરી હતી. પરંતુ આ લખાય છે ત્યાં સુધી પોલીસને કોઈ સફળતા મળી નથી. હાલ અંધશ્રદ્ધામાં બાળકની બલી ચઢાવવામાં આવી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃતક બાળકની ઓળખ મેળવવા આસપાસના વિસ્તારોમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.