મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ: 100 કરોડની વારસાઈ જમીનમાં ખોટા સહી સિક્કા કરી જમીનને બિનખેતી કરવા મુદ્દે કુવાડવા રોડ પર રહેતા પ્રેમીબેન પરસનાએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. જેને પગલે આજે સવારથી જ કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સવારે 11:15 આસપાસ પ્રેમીબેન પોતાના પતિ અને પુત્ર સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા મહિલા આત્મવિલોપન કરે તે પહેલાં મહિલા તેમજ તેમના પુત્ર અને પતિની અટકાયત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, શહેરના કુવાડવા રોડ પર શિવશક્તિ પાર્કમાં રહેતા પ્રેમીબેન ટપુભાઇ પરસાણા નામની મહિલાએ PM, CMને ઉદ્દેશીને આત્મવિલોપનની ચીમકી આપી હતી. જેમાં તેણીએ પોતાના ભાઇઓ મુળજીભાઇ ટપુભાઇ પરસાણા, ધીરૂભાઇ પરસાણા, હરિભાઇ પરસાણા સહિત તેમના દીકરાઓએ અંદાજે રૂ.100 કરોડની વારસાઇ જમીનમાં બીજાના અંગૂઠાના આધારે પચાવી પાડી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તંત્રના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપી બિનખેતી કરાવવા કારસો ઘડ્યો હોવાનું પણ જણાવ્યું હતું.