મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં સરકારી ગોડાઉનમાં રાખવામાં આવેલા બારદાનના જથ્થામાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે.

પ્રાપ્ત માહિતી આનુસાર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ખરીદવામા આવતા મગળફળી અને તુવેરના જથ્થાને ભરવા માટે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલા બારદાનના મોટા જથ્થામાં આજે મોડી સાંજે આગ ભભૂકી ઉઠી હતી. ખડ વિભાગમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે તેમાં મોટી સંખ્યામાં બારદાન બળી ગયા છે. આગની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને આગ બુઝાવવાની કામગીરી શરુ કરી છે. પરંતુ આગ ખૂબ પ્રમાણમાં ફેલાઇ હોવાથી તેના પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગતા તેના પર રાજકારણ ગમાયુ હતું અને કૌભાંડની શંકાઓ વ્યક્ત કરાઇ હતી ત્યારે હવે રાજકોટમાં બારદાનના ગોડાઉનમાં આગ લાગી છે. તેથી આ આગ કેવી રીતે લાગી અને ફાયરસેફ્ટીના સાધનો હતા કે નહીં તે અંગે પણ પ્રશ્નો ખડા થયા છે.