મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત 6 વર્ષ કે તેથી વધુ સમયથી ભારતમાં વસતા પાકિસ્તાની હિન્દુ પરિવારોને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને દેશભરમાં વસતા પાકિસ્તાની હિન્દુ પરિવારોમાં ઠેર-ઠેર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં પાકિસ્તાની હિન્દુ પરિવારોએ સરકારના આ નિર્ણયની કેક કટિંગ કરીને ગઇકાલે ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ આ મર્યાદા 7 વર્ષની હતી. પરંતુ કેન્દ્ર સરકારે તેમાં ઘટાડો કરીને 6 વર્ષની કરી છે. ત્યારે એક વર્ષ વહેલું નાગરિકત્વ મળતા આવા પરિવારોને મતદાનનો અધિકાર, સરકારી નોકરી સહિતના વિવિધ લાભો મળી શકશે.