મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરના નવા થોરાળા વિસ્તારમા રહેતો અને મજુરી કામ કરતો સુનિલ અથરીયા નામનો યુવાન પાંચેક દિવસથી ગાયબ હતો. ગઇકાલે સાંજે તેની કોહવાઇ ગયેલી લાશ મળી હતી. બીજી તરફ લાશ મળ્યા બાદ તેનો ભાઇ અજય અને ભાભી (મૃતકની પત્ની) ગાયબ થઇ ગયા હતા. જેને લઇ પોલીસને તેમના પર શંકા ઉપજી હતી. દરમિયાન પોલીસ તપાસમાં આ બંને બરોડા હોવાની બાતમી મળતા પોલીસે બંનેને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી અજયે ભાભી સાથે પ્રેમસંબંધ હોવાથી ભાઈની હત્યા કર્યાનું કબુલ્યું હતું. મૃત્યુ પામનાર સુનિલે સાત વર્ષ પહેલા ગામની જ યુવતિ મમતા સાથે લવમેરેજ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાલ મૃતદેહ કોહવાઇ ગયેલો અને ફુલાઇ ગયેલો હોઇ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે. અને ભાઇને ઝડપી હત્યા અંગે વધુ પુછપરછ હાથ ઘરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ હત્યા એક સપ્તાહ પૂર્વે કરવામાં આવી હતી. જેની લાશ મળ્યા બાદ શરૂ થયેલી તપાસમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો.