મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરમાં સસ્તા અનાજની દુકાનોમાં આપવામાં આવતા ચોખા અને અન્ય ખાદ્ય પદાર્થમાં મોટી ગેરરીતી સામે આવી હતી. જેમાં ખોડાભાઈ સાગઠિયા નામના એક પરવાનેદારની દુકાનમાં રહેલા અનાજમાંથી મરીને સુકાઈ ગયેલો ઉંદર નિકળ્યો હતો. ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવા અનાજનો કલેક્ટરના ટેબલ પર ઢગલો કરી હોબાળો મચાવ્યો હતો. 

ખોડાભાઈ સાગઠિયા નામના પરવાનેદારની સસ્તા અનાજની દુકાનમાં અનાજમાંથી મરીને સુકાઇ ગયેલો ઉંદર નિકળતા કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા હતા અને કલેક્ટર કચેરીએ દોડી જઇ કલેક્ટરના ટેબલ પર અનાજનો ઢગલો કરતા મામલો ગરમાયો હતો. જેમાં કલેકટર અને કોંગ્રેસ આગેવાન વચ્ચે ભારે ગરમાગરમી થતા કલેક્ટરે કોંગ્રેસના આગેવાનોને જીલ્લા પુરવઠા અધિકારીને મળવાની સૂચના આપી ચેમ્બરની બહાર હાંકી કાઢ્યા હતા.