મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ઘોડાનો જબરો શોખ છે. નિરાતના સમયમાં તે પોતાના ફાર્મ પર જઇને હોર્સ રાઇડિંગ કરતો હોય છે. જામનગર પાસે આવેલા તેના ફાર્મ હાઉસમાં વિવિધ ઘોડા-ઘોડી રાખવામાં આવ્યાં છે. કદાચ એ કારણે જ તેણે હાથ પર ઘોડાનું મોટું ટેટુ દોરાવ્યું છે. એટલું જ નહીં સોશિયલ મિડિયાના ફેન્સ માટે તેણે પોતાનો આ ફોટો પણ શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ આ પહેલા પણ તેણે તેનું હુલામણુ નામ જડ્ડુસનુ ટેટુ દોરાવ્યું હતુ.

જામનગર પાસે રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસમાં ઘોડા,  સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ છે. જ્યારે ફાર્મ હાઉસના ગેટ પર RJ લખેલું છે.  રવિન્દ્ર જાડેજા ઘણીવાર મિત્રો સાથે અહીં મજા માણવા આવતો હોય છે. જાડેજાના ફાર્મ હાઉસમાં 6થી વધુ જાતવાન ઘોડા-ઘોડીઓ છે. પોતે જ્યારે સિટી મારે ત્યારે આ ઘોડાઓ નાચવા લાગે તે રીતે જાડેજાએ તેને ટ્રેઇન કર્યા છે.  ઘોડા પ્રત્યેનો પ્રેમ તેના ફેન્સ જાણે જ છે. જાડેજાને ઘોડા ઉપરાંત ડૉગનો પણ ભારે શોખ છે. તેણે તાજેતરમાં જ એક ડોગ અને ઘોડો મોંઘા ભાવે ખરીદ્યા હતા.