મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમી યુગલે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. 27  વર્ષીય રાજેશ પરમાર અને 18 વર્ષીય સોનલ રવજી ચૌહાણ નામની યુવતીએ ઝેરી દવા પીને જીવતરનો અંત આણ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીએ બે વર્ષ પહેલા તેના પિતાને રાજેશ સાથે લગ્ન કરાવી દેવાનું કહ્યું હતું. પરંતુ રાજેશ પરિણીત હોય તેણીના પિતાએ લગ્ન કરાવી દેવાની ના પાડી હતી અને રાજેશ પર તેના પત્ની દ્વારા ખાધાખોરાકીનો કેસ પણ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બંનેના લગ્ન શક્ય ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ સોનલએ રાજેશ સાથે જ લગ્ન કરવાની જીદ પકડી રાખી હતી અને આખરે રાજેશ તથા સોનલે લગ્ન નહીં થઇ શકે તેમ માની ઝેદી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.