મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : કર્ણાટક ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થતા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસે 'હાય રે મોદી હાય રે BJP'ના નારા તેમજ વિવિધ બેનરો સાથે રેલી યોજી ભારે વિરોધ કર્યો હતો. પેટ્રોલ-ડિઝલના ભાવવધારાને લઈને મોદી સરકાર મૌન હોઈ લોકોમાં ભારે રોષ હોવાનું કોંગી આગેવાનોએ જણાવ્યું હતું.  રાજકોટમા જીલ્લા કોંગ્રેસ દ્રારા ત્રિકોણબાગથી લઇ હોસ્પિટલ ચોક સુધી રેલી યોજવામાંઆવી હતી. તેમજ કોંગી કાર્યકરોએ રસ્તા પર બેસી જઈ ટ્રાફિકજામ કર્યો હતો.

કોંગ્રેસ દ્રારા શહેરના ત્રિકોણબાગ ખાતે વધતા પેટ્રોલ ડિઝલ મુદે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતુ. જેમા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકારના હાય હાયના નારા લગાવી, ગળામા બેનરો લટકાવ્યાં હતા. આ બેનરોમાં 'મોધા કર્યા પેટ્રોલના દામ ભાજપને આપો આરામ', 'મોધાકર્યા પેટ્રોલના ભાવ ભાપજ,હવે તુ ધરે આવ સહિતના વિવિધ સુત્રો લખેલા બેનરો કાર્યકરોના ગળામાં જોવા મળ્યા હતા. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના પગલે આગામી દિવસોમાં જીવન જરુરિયાતની ચીજ વસ્તુના ભાવ વધવાની શક્યતા દર્શાવી કોંગી કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા.