મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર દ્વારા કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યને ફોન પર ધમકાવાયા હોવાનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં ભાજપના ઉમેદરવાર મોહન કુંડારિયાએ કોંગ્રેસના નેતા નાનુ ડોડિયાને ધમકાવ્યા હોવાનું કહેવાયું છે. જે અંગેનો ઓડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. સાથે જ પ્રશ્ન એ પણ ઉદ્ભવ્યો છે કે ભાજપના ઉમેદવારનને કોંગ્રેસના નેતા પાસેથી વોટ માગવાની એવી તો શું જરૂર પડી? શું વોટ અને બેઠકો માટે બંને પક્ષોના નેતાઓ એક બિજાની મદદગારી કરી સેટિંગ કરતા હશે? આ ઓડિયો બાદ કોંગ્રેસના ઉમેદવાર તથા કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય બંનેએ પ્રતિક્રિયા આપી હતી આ ઓડિયો અંગેની જેમાં તેમણે આ બાબતનો સ્વિકાર કર્યો હતો.

અહીં વાયરલ થયેલો આ ઓડિયો રજુ કરવામાં આવ્યો છે. જેમાં મોહન કુંડારિયા શરૂઆતમાં રિક્વેસ્ટ કરીને 75 ટકા મત આવવા જોઈએ તેવું કહે છે ત્યારે સામે નાનુભાઈ કહે છે કે જોવું પડે એતો ત્યારે મોહન કુંડારિયા આક્રમક શબ્દોમાં કહે છે કે તમે 70 ટકા મત નહીં અપાવો તો મંડળી ભૂલી જજો. મંડળી બંધ કરાવી દેવાની ધમકી આપતાં નાનુભાઈ કહે છે કે આમ ધમકી ન આપો હું કોંગ્રેસનો સભ્ય છું. સાંભળો આ ઓડિયો.

 

ત્યાર બાદ કોંગ્રેસના નેતા લલિત કથગરા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. આ ઓડિયો સાંભળી તેઓ પણ ઘણા નારાજ થયા હતા. તેમણે આ લોકશાહી છે કે ગુંડાગીરી તેવો સવાલ ઊભો કર્યો હતો. અહીં તે અંગેનો વીડિયો કે જે તેમણે પ્રતિક્રિયા આપી હતી તે રજુ કરવામાં આવ્યો છે.

તે પછી મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય નાનુ ડોડિયાએ કહ્યું કે, મને રાત્રીના સમયે 9, 9.15 કલાકે ફોન કરી મોહન કુંડારિયાએ 70 ટકા મતદાન તેમના માટે કરાવવાની ધમકી આપી હતી. જેમાં તેમણે મંડળી બંધ કરાવી દેવાનું કહેવાયું હતું. હું કોંગ્રેસના અમિતભાઈ પરેશભાઈને ફોન કરીને આ અંગે પરામર્શ કરીશ તેવું કહ્યું હતું. અગાઉ પણ મને ત્રણ ત્રણ ગણી ઓફર્સ કરવામાં આવી હતી પરંતુ મેં દાદ ન આપતાં આખરે આ પગલું ભરવામાં આવ્યું છે. તે અંગેનો વીડિયો પણ અહીં રજુ કરવામાં આવ્યો છે.