મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ચોટીલાના નાની મોલડી ગામ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. બે ટેન્કર, એક ટ્રક તેમજ એક એસ.ટી. બસના અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. જ્યારે 5 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં બસ સહિતના વાહનો રસ્તા પર જ પલ્ટી જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. 

જો કે આ અકસ્માતમાં એસટી બસ પલ્ટી મારી પાસે આવેલા નાલા પાસે અટકી ગઇ હતી. જો એસટી બસ નાલામાં પડી હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેમ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો છે અને ટ્રાફિક પૂર્વવત કરાવી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે અને ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે. તેમજ ક્યાં કારણોસર આવો વિચિત્ર અકસ્માત સર્જાયો તે જાણવા તપાસ શરૂ કરી છે.