મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ભારતીય સિનેમાની સૌથી વધુ મોંઘી ફિલ્મ એટલે કે રજનીકાંત અને અક્ષય કુમારની 2.0નું ચીજર થોડા દિવસો પહેલા જ જાહેર થયું છે અને અત્યાર સુધી 2 કરોડ 30 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. તે સાથે જ આ ફિલ્મને લઈને એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે.

ગત દિવસોમાં ફિલ્મના નિર્માતાએ ઘોષણા કરી હતી કે 2.0ને આ વર્ષે 29 નવેમ્બરે રિલિઝ કરવામાં આવશે પરંતુ અદાજીત દોઢ મીનિટના ટિજરમાં રિલિઝ ડેટનો કોઈ ઉલ્લેખ જ કરાયો નથી જ્યારે મોટા ભાગે તેમાં ડેટ પણ શામેલ કરવામાં આવે છે. તેના કારણે આ વાતને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું 2.0ની રિલિઝને આગળ વધારવામાં આવશે? સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલ્મના વિએફએક્સનું કામ હજું બાકી છે અને તે કારણે જ હાલ ડેટને રિવીલ નથી કરાઈ. ફિલ્મનું ટ્રેલર દિવાળીના સમય પર આવવાનું છે ત્યારે બધું જ સ્પષ્ટ થઈ જશે.

હાલમાં આવેલા ટીજરમાં બતાવાયું છે કે પક્ષિઓની ફોજ આકાશમાં ફરી રહી છે અને અચાનક તમામના મોબાઈલ ફોન ગાયબ થઈ જાય છે. ત્યારે રોબોટને ફરીથી બોલાવવાની જરૂર પડે છે. અજીબ પક્ષીઓ વાળી ગેંગના લીડર અક્ષય કુમાર છે, જેમની ટીજરમાં એક જ વાર ઝલક દેખાય છે. જ્યારે રજનીકાંત પોતાના રોબોટ વાળા કરતબો સાથે દેખાય છે. સુધાંશુ પાંડે અને આદીલ હુસૈન પણ નજર આવે છે. ટીજર આવ્યા બાદ અક્ષયના ફેન્સ ઘણા ગુસ્સે દેખાયા હતા. સોશ્યલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ હતી. એવું પણ કહેવાયું કે એક તરફ ફિલ્મને અક્ષય કુમારની ફિલ્મ કહેવાય છે અને તે જ ટીજરમાં ખિલાડીનો ખેલ ફક્ત સેકંડનો જ કેમ?

શંકરના નિર્દેશનમાં બનેલી રોબોટ/ઈંધીરનનું આ સિક્વલ ગત બે વર્ષથી ચર્ચામાં છે. તાજી માહિતી પ્રમાણે ફિલ્મમાં ઈંટરનેશનલ સ્ટાન્ડર્ડનું વીએફએક્સ ઉપયોગમાં લેવાયું છે, ફક્ત તેના પર જ અંદાજીત 75 મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. જાણકારી મુજબ ફિલ્મનો કુલ ખર્ચ હવે 543 કરોડ રૂપિયા પહોંચી ગયો છે અને હજુ તો પ્રમોશન પણ બાકી છે જે દેશ વિદેશમાં કરવામાં આવશે. એટલે કે ખર્ચમાં વધારો થશે. પોતાના બજેટને કારણે ફિલ્મ 2.0 ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ બની ચુકી છે. ફિલ્મને તામિલ અને હિંદી ભાષામાં રિલિઝ કરવામાં આવશે અને તે પછી દસ ભાષાઓમાં તેને ડબ કરવામાં આવશે. હિન્દી 2.0ને કરણ જોહર અને અનીલ થડાની (રવીના ટંડનના પતિ)ની કંપની રિલિઝ કરશે.

ફિલ્મ 2.0ને તૈયાર કરવા અને તેને ભવ્યતા આપવા માટે દુનિયાભરમાં અંદાજીત 3000 ટેક્નીશિયનને દિવસ રાત મહેનત કરવી પડી છે. ભારે ભરખમ સ્પેશ્યલ ઈફેક્ટ્સને કારમે 10 મહિના લેટ થઈ ગયું છે. ફિલ્મમાં રજનીકાંત પોતાના જુના રોલમાં જ દેખાશે જ્યારે અક્ષયકુમાર ઘણા વિચિત્ર ગેટઅપમાં વિલનનો રોલ નિભાવશે. વર્ષ 2010માં આવેલી ફિલ્મ રોબોટમાં એશ્વર્યા રાય બચ્ચન હતી તો આ વખતે એમી જેક્શન ફિલ્મામાં મુખ્ય અભિનેત્રી છે. અક્ષય કુમાર જે ડોક્ટર રિચર્ડનો રોલ કરી રહ્યા છે તેનો ગેટઅપ એક રાક્ષસી કાગડા જેવો છે.

આ ફિલ્મના વીએફએક્સનું કામ એક અમેરિકન ડિઝિટલ કંપનીને સોંપવામાં આવ્યું હતું. કંપની તે પહેલા પોતાનું કામ પુરુ કરતી, તેમની ફાઈનાન્શીયલ હાલત ખરાબ થઈ ગઈ અને કંપનીએ પોતાને દેવાળીયું જાહેર કરી દીધી. તે કારણે 2.0ના નિર્માતાને 3 ડી અને બાકી ઈફેક્ટ્સનું કામ ફરીથી કરાવવું પડ્યું.