મેરાન્યૂઝ નેટવર્ક.જયપુરઃ રાજસ્થાનમાં પ્રસ્તાવિત ગુર્જર અનામત આંદોલનને જોતા કેન્દ્ર અને રાજ્ય સરકારો સતર્ક થઈ ગઈ છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને આંદોલનમાં હિસ્સો લેવા પર રોકવામાં આવ્યો હતો. એટલું જ નહીં ઘણા જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. તંત્ર તરફથી મળતી માહિતી મુજબ હાલ હાર્દિક પટેલને ભરતપુર આવવા પર રોક લગાવાઈ છે. બયાના અને આસપાસના ગુર્જર બહુમતી વળા ગામોમાં કલમ 144 લગાવી દેવાઈ હતી.

સ્થાનીક સરકારના આગ્રહ પર કેન્દ્ર સરકારે આરએસીની 11 કંપનીઓ રાજસ્થાન મોકલવામાં આવી હતી. દરમિયાન રાજ્ય સરકારે ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના સંયોજક કર્નલ કિરોડી સિંહ બૈંસલા પાસે સોમવારે જયપુર સ્થિત સચિવાલયમાં વાતચીત કરવાનું નિમંત્રણ આપ્યું છે. બૈંસલા, બયાનાના ગામોના સ્થાને 15 મેએ મહાપંચાયતની ઘોષણા કરી આંદોલનની શરૂઆત કરીનારની ઘોષણા કરી ચુક્યા છે. ત્યાં જ ગુર્જર સમાજના બીજા ગ્રુપ આ દરમ્યાન છત્તિસા ગામ મોરોલીમાં મહાપંચાયતની તૈયારી કરી રહ્યા છે.

ગુર્જર અનામતના અણસારને પગલે, ભરતપુર, સવાઈમાઘોપુર, દૌસા, કરૌલી અને આસપાસના જિલ્લા એલર્ટ કરી દેવાયા છે. ભરતપુરના બયાના, દૌસા જિલ્લાના મહુવા, કરૌલી અને આસપાસના જિલ્લાઓના અંદાજીત પોણા બસો ગામોમાં ઈન્ટરનેટ બંધ કરાયું છે જે 15 મે સુધી લાગુ રહેશે. ઉલ્લેખનીય છે કે હાલ ગુર્જર સમાજ ઓબીસીનું વર્ગીકરણ કરી પાંચ ટકા અલગથી અનામત માગી રહ્યા છે. હાલ ગુર્જર સમાજને એમબીસી (મોસ્ટ બેકવર્ડ ક્લાસ) અંતર્ગત એક ટકાના આરક્ષણનો લાભ અપાઈ રહ્યો છે.