મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતભરના મોટાભાગના હિસ્સાઓમાં ચોમાસનું આગમન થઇ ગયુ છે. જેમાં ગઇકાલે શનિવારે અમરેલીના બાબરાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીના બળેલપીપરીયા ગામમાં બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા ગામની શેરીઓમાં નદીની જેમ પાણી વહ્યા હતા. આ વરસાદી માહોલ બીજા દિવસે પણ યથાવત છે અને અમદાવાદ, કડી, ભરુચ, રાજકોટ, ગોંડલ, જસદણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમરેલીના બળેલપીપરીયા ગામનો વીડિયો અહીં પ્રસ્તુત છે.