મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: દેશમાં દલિતોને થઇ રહેલા કથિત અન્યાય વિરૂદ્ધ મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે સોમવારે ઉપવાસ પર બેઠા હતા. આ દરમિયાન શીખ તોફાનોમાં આરોપી કોંગ્રેસના નેતાઓ જગદીશ ટાઇટલર અને સજ્જનસિંહ પરત મોકલતા રાજકારણ ગરમાયુ હતું. જ્યાર બાદ એક તસવીર વાયરલ થઇ જેમાં કોંગ્રેસના નેતા અરવિંદર સિંહ લવલી, હારુન યુસુફ, અજય માકન અને બાકી કોંગ્રેસી નેતાઓ છોલે ભટૂરે ખાતા નજરે પડ્યા. જેના કારણે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના ઉપવાસ પર ટીકાઓ કરવામાં આવી હતી.

છોલે ભટૂરે ખાતા ફોટો અંગે કોંગ્રેસ નેતા અરવિંદર લવલીએ પણ કહ્યું કે આ તસવીર આજની જ છે. અનશન પહેલા અમે નાસ્તો કર્યો હતો તેની આ તસવીર છે. અમારા ઉપવાસ સાંકેતિક હતા અને તેનો સમય સવારે 10 વાગ્યાનો હતો. આ પહેલા વહેલી સવારે અમે નાસ્તો કર્યો હતો. તેથી ઉપવાસ અને અમારા નાસ્તાને કોઈ સંબંધ નથી.

ઉપવાસ સ્થળથી પરત જવા અંગે જગદીશ ટાઇટલરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે મારા ઉપર કોઈ એફઆઇઆર નથી અને કોઈ કેસ નથી ચાલતો. મને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે પણ કહ્યું નથી કહ્યું. સમગ્ર વિવાદ મીડિયા પેદા કરી રહ્યું છે.