મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે કેરળના વાયનાડથી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમણે સોગંદનામામાં રૂ.15.88 કરોડની સંપત્તિ હોવાની જાહેર કરી છે. વર્ષ 2014માં તેમની પાસે 9.4 કરોડ રૂપિયા સંપત્તિ હતી. સોગંદનામા મુજબ તેમની ઉપર ઘણી બેન્કો તથા નાણાંકીય સંસ્થાઓનું રૂપિયા 72 લાખનું દેવું છે.
તેમના હાથ પર રોકડ માત્ર રૂપિયા 40 હજાર છે. વર્ષ 2017-18માં રાહુલ ગાંધીએ ભરેલા ઈન્કમટેક્સ રિટર્નમાં તેમની આવક 1,11,85,570 રૂપિયા હતી.

સ્થાવર મિલકત

વિવિધ સેવિંગ્સ સ્કિમના મહમ બેન્કમાં જમા- રુ. 17,93,693

બોન્ડ, મ્યૂયુલ ફંડ, શેરમાં રોકાણ- રૂ. 5,19,44,682

પોસ્ટ ઓફિસની સ્કિમ્સમાં રોકાણ-  રૂ. 39,89,037

સોનું- 333.30 ગ્રામ (રૂ. 2,91,367)

જંગમ મિલકત

રાહુલ ગાંધી પાસે દિલ્હીના સુલતાનપુર ગામાં ખેતીની જમીનમાં 50 ટકાની ભાગીદારી છે. તેની હાલની બજાર કિંમત રૂ. 1,32,48,248 છે. ગુરુગ્રામના સિલોખેડા ગામમાં 5838 વર્ગ ફૂટની કોમર્શિયલ બિલ્ડીંગ છે, જેની કિંમત રૂ. 8,75,70,000 છે. તેમની કુલ અચલ સંપત્તિ રૂ. 10,08,18,284 થાય છે.

સાથે જ રાહુલ ગાંધીના માથે વિવિધ બેન્કો અને નાણાંકિય સંસ્થાઓ પાસેથી લેવાયેલી રૂ. 72,01,904ની લોન છે.

2017-18માં થયેલી આવક

આ વર્ષમાં તેમની કુલ આવક રૂ. 1,11,85,570 હતી. તેમની આકવનો સ્ત્રોત સાંસદ તરીકે મળનારો પગાર, રોયલ્ટીની ઈનકમ, ભાડાથી થનાર આવક, બોન્ડ અને ડિવિડન્ડ તથા મ્યૂચ્યુલ ફંડ્યટના કેપીટલ ગેનથી થનાર આવક તેમાં શામેલ છે. સોગંદનામા મુજબ રાહુલ ગાંધી પાસે કોઈ કાર નથી.

રાહુલ ગાંધીએ પોતાની સામે પાંચ કેસ છે તે પણ સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે જેમાંથી ચાર માનહાનીના કેસ છે. રાહુલ ગાંધી પાસે યૂનિવર્સિટી ઓફ કેમ્બ્રીજની ટ્રિનિટિ કોલેજથી ડેવલપમેન્ટ સ્ટડીઝમાં એમ.ફીલની ડિગ્રી છે.