મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ સોદા મામલે સુપ્રિમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 'ચોકીદાર ચોર' છે તેવું નિવેદન આપ્યું હતું તેના પર ખેદ વ્યક્ત કર્યો છે. સુપ્રિમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણીના આવેશમાં તેમણે આ નિવેદન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે લીક થયેલ દસ્તાવેજોને માન્ય ગણી રાફેલ ડીલ પર ફેરવિચારણા અપીલને સ્વીકાર કરી હતી. રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટના આ નિર્ણયનો હવાલો આપતા કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટે માન્યું છે કે 'ચોકીદાર ચોર હૈ.' ભાજપ નેતા મીનાક્ષી લેખીએ આ મામલે સુપ્રિમ કોર્ટના અનાદરની અપીલ દાખલ કરી હતી.

આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું છે કે, ચૂંટણી માહોલમાં તેમનાથી આવુ નિવેદન અપાઇ ગયું હતું. મારો ઇરાદો કોર્ટના આદેશને ખોટી રીતે પ્રસ્તુત કરવાનો ન હતો. નોંધનીંય છે કે સુપ્રિમ કોર્ટ રાહુલ ગાંધીની આ માફીને સ્વિકાર કરે છે કે નહીં તે અંગે આવતીકાલ મંગળવારે નિર્ણય આવી શકે છે.