મેરાન્યૂઝ નેટવર્ક.બેંગલુરુઃ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારના આખરી દિવસે પત્રકાર પરિષદ સંબોધતા ભાજપ અને વડાપ્રધાન મોદી પર શાબ્દીક બાણ ચલાવ્યા હતા. ગુરુવારની સવારે જ વડાપ્રધાન મોદીએ નમો એપ દ્વારા કોંગ્રેસ પર જોરદાર ચાબખા ચલાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે પણ ભાજપ અને કર્ણાટકમાં મોદીની યાત્રાઓને લઈને પલટવાર કર્યો હતો. રાહુલએ ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે ભાજપના સીએમ કેન્ડિડેટ યેદીયુરપ્પા ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં જઈ ચુક્યા છે. રાહુલએ દલિતો-મહિલાઓ પર અત્યાચારની પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે હવે કર્ણાટકમાં આજથી પ્રચાર પડઘમ શાંત બન્યા છે. 12મીએ લોકો મતદાન કરી પોતાનો આખરી નિર્ણય ઉમેદવારોને આપી દેશે.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કર્ણાટક માટે મનરેગા તરફથી 35 હજાર કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવ્યા. ભાજપના રેડ્ડી બ્રધર્સએ તેટલા જ નાણાનું કૌભાંડ કર્યું. ભાજપએ આવા લોકોને ટીકીટ આપી છે. ભાજપના સીએમ ઉમેદવાર યેદીયુરપ્પા ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં જઈ ચુક્યા છે. પીએમ મોદી રફાલ ડીલને શાનદાર ડીલ બતાવે છે, હું પણ કહું છું સારી ડીલ છે, પણ મોદીજીના મિત્રો માટે સારી ડીલ છે.

આ ઉપરાંત રાહુલ ગાંધીએ માતાને લઈને ભાવુક નિવેદન આપ્યું હતું. સાથે જ ભાજપના હિન્દુત્વવાદ, પીએમ મોદીના મૌન અને દલિતો અને મહિલાઓ પરના અત્યાચાર અંગે પણ તિખા બાણ ચલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજથી કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા છે. આગામી 12મી તારીખે જનતા મતદાન કરી પોતાનો કિમતી વોટ પોતાના ઉમેદવારને આપશે. ઉલ્લેખનીય છે કે તમામને ભારે ઉત્સાહ પુર્ણ રીતે મતદાન થાય અને શાંતિ બની રહે તેવી આશાઓ છે.