મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રાટીની સર્વોચ્ચ નીતિ નિર્ધારણ એકમ કોંગ્રેસ કાર્ય સમિચિ (સીડબ્લ્યૂસી)ની રચના કરી જેમાં તેમણે અનુભવી અને યુવાન નેતાઓ વચ્ચે સંતુલન બનાવવાના પ્રયત્નો કર્યા છે.

સૂત્રો મુજબ ગાંધીએ 22 જુલાઈએ સીડબ્લ્યૂસીની પહેલી બેઠક બોલાવી છે. પાક્ટીના સંગઠન મહાસચિવ અશોક ગહેલોત તરથી જાહેર કરાયેલા નિવેદન મુજબ સીડબ્લ્યૂસીમાં 23 સદસ્ય, 18 સ્થાયી આમંત્રિત સદસ્ય અને 10 આમંત્રિત સદસ્ય શામેલ કરાયા છે.

રાહુલ ગાંધીના નેતૃત્વ વાળી કાર્ય સમિતિમાં ઘણા એવા નેતાઓને જગ્યા નથી મળી જે સોનિયા ગાંધીના અધ્યક્ષ રહેતા કાર્ય સમિતિના પ્રમુખ સદસ્ય રહ્યા કરતા હતા.

જનાર્દન દ્વિવેદી, દિગ્વીજય સિંહ, કર્ણ સિંહ, મોહસિના કિદવઈ, ઓસ્કર ફર્નાંડીસ, મોહન પ્રકાશ અને સીપી જોશીને નવી કાર્ય સમિતિમાં સ્થાન આપાયું નથી.

સીડબ્લ્યૂસીના સદસ્યોમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહ, પાર્ટીના કોષાધ્યક્ષ મોતી લાલ વોરા, અશોક ગહેલોત, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, એકે એટોની, અહેમદ પટેલ, અંબિકા સોની અને ઓમન ચાંડીને જગ્યા અપાઈ છે.

તે ઉપરાંત આસામના પૂર્વ મુખ્યમંરી તરુણ ગોગોઈ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારામૈયા, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, વરિષ્ઠ નેતા આનંદ શર્મા, કુમારી શૈલજા, મુકુલ વાસનિક, અવિનાશ પાંડે, કેસી વેણું ગોપાલ, દીપક બાબરિયા, તામ્રધ્વજ સાહૂ, રઘુવીર મીણા અને ગૈખનગમ પણ શામેલ છે.

સીડબ્લયૂસીમાં સ્થાયી આમંત્રિત સદસ્યોમાં દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત, પૂર્વ નાણાં મંત્રી પી ચિદંબરમ, જ્યોતિરાદિત્ય સિંધિયા, બાલાસાહેબ થોરાટ, તારીક હમીદ કારા, પીસી ચાકો, જિતેન્દ્ર સિંહ, આપીએન સિંહ, પીએલ પુનિયા, રણદીપ સુરજેવાલા, આશા કુમારી, રજની પાટીલ, રામચંદ્ર ખૂંટિયા, અનુગ્રહ નારાયણ સિંહ, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ, ગૌરવ ગોગોઈ અને એ. ચેલ્લા કુમાર શામેલ છે.

વિશેષ આમંત્રિત સદસ્યોમાં કેએચ મુનિયપ્પા, અરુણ યાદવ, દીપેન્દ્ર હુડ્ડા, જિતિન પ્રસાદ, કુલદીપ વિશ્નોઈ, ઈંટકના અધ્યક્ષ જી સંજીવ રેડ્ડી, ભારતીય યુવા કોંગ્રેસ સેવા દળના મુખ્ય સંગઠક લાલજીભાઈ દેસાઈને શામેલ કર્યા છે.

આ જ વર્ષે માર્ચમાં થયેલા કોંગ્રેસ મહાધિવેશનમાં સર્વસમ્મતિથી પ્રસ્તાવ પારિત કરી નવી સીડબ્લ્યૂસીની રચના માટે રાહુલ ગાંધીને અધિકૃત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા હતા.

પાર્ટી સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધીએ જુની અને નવી પેઢીના નેતાઓને સાથે લઈને કાર્ય સમિતિમાં સંતુનલ બનાવવાના પ્રયત્નો કર્યા છે.

કોંગ્રેસ કાર્ય સમિચિમાં બિહાર, બંગાળ, તેલંગાના, ગોવા અને આંધ્ર પ્રદેશ જેવા મુખ્ય રાજ્યોના કોઈ નેતાઓને જગ્યા મળી નથી. જ્યારે આ રાજ્યોમાં કુલ 121 લોકસભા સીટો છે. સીડબ્લ્યૂસીમાં પહેલા બિહાર કોટાથી શકીલ અહેમદ હતા, જેમણે આ વખત તક મળી નથી. તે રીતે ગોવાથી કોઈ નેતાને સ્થાન મળ્યું નથી.

બંગાળમાં કોંગ્રેસના ચહેરા તરીકે પ્રણવ મુખર્જી હતા, પણ રાષ્ટ્રપતિ બન્યા બાદ તે પાર્ટીની રાજનીતિથી અલગ થઈ ગયા. તે ઉપરાંત પ્રિયરંજન દાસમુંસીના નિધન બાદ અધીર રંજન ચૌધરી એક માત્ર ચહેરો છે, જે હાલ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ છે.

પહેલા મોહસીના કિદવઈ સદસ્ય હતી પણ તેમની જગ્યાએ અન્ય કોઈને જગ્યા મળી નથી. હવે કોંગ્રેસના ત્રણ રાજ્યો પંજાબમાં અમરિંદર સિંહ, પુડુચેરીમાં વી નારાયણસામી અને મિજોરમમાં લાલથનહવલા મુખ્યમંત્રી છે છતાં તેમને પણ કોંગ્રેસની નવી કાર્ય સમિતિમાં જગ્યા નથી મળી.