મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ સ્ટારકાસ્ટ ફિલ્મ રાજી બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. ફિલ્મે અત્યાર સુધી સારી એવી કમાણી કરી લીધી છે. હાલમાં જ ટ્રેડ એનાલિસ્ટ તારણ આદર્શએ કલેક્શનની માહિતી આપી છે. મેઘના ગુલઝાર નિર્દેશિત ફિલ્મને સારા રિવ્યૂ આપ્યા છે, જેની સીધી અસર ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર પડી રહી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ મુજબ પહેલા દિવસે રાજી ફિલ્મનું કલેક્શન 7.53 કરોડ, બીજા દિવસે શનિવારે 11.30 કરોડ અને રવિવારે 14.11 કરોડ કમાયા છે. ત્યાં સોમવારે ફિલ્મને શાનદાર કમાણી કતા 6.30 કરોડના આંકડે પહોંચી હતી.

મંગળવારે ફિલ્મના કલેક્શનમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. ત્યાં સામે ફિલ્મને દર્શકો તરફથી પણ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. રાજીનું બજેટ લગભગ 30-35 કરોડનું કહેવાઈ રહ્યું છે અને ફિલ્મ પહેલા જ પૈસા કાઢવામાં સફળ બની ચુકી છે. અત્યાર સુધીમાં ફિલમ 44 કરોડનું કલેક્શન કરી ચુકી છે. ઉલ્લેખનીય છે કે રાજી હરિંદર સિક્કાની નોવેલ કોલિંક સહેમત પર બેઝ્ડ છે.

આ ફિલ્મમાં આલિયાના કિરદારનું નામ સહેમત છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત વિક્કી કૌશલ, રજિત કપૂર, જયદીપ અહલાવત, અમૃતા ખાનવિલકર અને સોની રાજદાન મુખ્ય ભૂમિકાઓમાં છે. સાથે જ આશા વ્યક્ત કરાઈ રહી છે કે, ફિલમની કમાણી આવનાર અઠવાડિયે સત્તાવાર જાહેર થશે. ફિલ્મમાં આલિયાની માતા સોની રાજદાન પણ છે જે ફિલ્મમાં પણ તેની માતાનું કિરદાર નિભાવી રહી છે.