મેરાન્યૂઝ નેટવર્ક, બલિયા: ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના બૈરિયા વિસ્તારના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે સરકારી અધિકારીઓ કરતા વેશ્યાઓ સારી.

ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કહ્યું હતું કે અધિકારીઓ કરતા વેશ્યાઓનું ચારિત્ર્ય વધુ સારુ હોય છે. વેશ્યાઓ પૈસા લઇને કામ તો કરે છે અને સ્ટેજ પર નાચે છે. પરંતુ આ અધિકારીઓ તો પૈસા લઇને પણ લોકોના કામ કરશે તેની કોઈ ગેરંટી જ નથી.

સુરેન્દ્ર સિંહે બે દિવસ પહેલા પણ વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યું હતુ કે જો કોઈ સરકારી અધિકારી લાંચ માગે તો તેને થપ્પડ મારજો. આ માટે તેમણ સૂત્ર પણ બનાવ્યુ હતુ કે ‘ઘૂસ માંગે તો ધૂસા દો, નહીં માતે તો જૂતા દો’.

આ પહેલા પણ સુરેન્દ્ર સિંહના નિવેદનોથી ભાજપ માટે મુશ્કેલીઓ ઉભી થઇ છે. તેમણે તો પોતાના પક્ષના કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરની વેશ્યાઓ સાથે સરખામણી કરી કહ્યું હતું કે ઓમ પ્રકાશ રાજભરનું નામ બદલીને ‘ઓમ પ્રકાશ ઘર ભર; કરી દેવું જોઈએ કારણ કે તેઓ ભાજપની ટિકિટ વેચીને રૂપિયા પડાવી રહ્યા છે.