મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ વ્યક્તિના ટેલેન્ટના સહારે સ્ટાર બનતા વધુ સમય નથી લગાતો તેનું તાજુ ઉદારહણ છે 18 વર્ષની મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર. વેલેન્ટાઇન ડે પહેલા જ રિલિજ તેની ફિલ્મનો વીડિયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટરથી લઇને વોટ્સએપ પર ખૂબ જ શેર થ ઇ રહ્યો છે. કેરળની પ્રિયા પ્રકાશ વારિયર ટૂંક સમયમાં મલયાલમ ફિલ્મ  Oru Adaar Love થી ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મના ગીત Manikya Malaraya Poovi માં પોતાના ઇશારાઓથી પ્રિયા રાતો-રાત ઇન્ટરનેટ પર પ્રખ્યાત બની છે.

હવે પ્રિયાએ જાહેરાત કરી છે કે તેની આગામી ફિલ્મનું ટિઝર તે વેલેન્ટાઇન ડે પર પોતાના ઓફિસિયલ એકાઉન્ટ પર શેર કરશે. પ્રિયાની લોકપ્રિયતા રાતો-રાત એટલી વધી ગઇ છે કે તેના પરિવારજને પુત્રીની સુરક્ષાને લઇને ચિંતા સતાવી રહી છે.

18 વર્ષની પ્રિયા બીકોમ ફસ્ટ યરમાં અભ્યાસ કરે છે. પ્રિયાની માતા પ્રીથાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ક્યારેય વિચાર્યુ નહોતુ કે આવુ પણ કંઇક થશે. પ્રિયાની ડેબ્યુ ફિલ્મના ડાયરેક્ટર ઉમર લૂલૂએ પણ પ્રિયાને કોઈપણ ઇન્ટરવ્યુ આપવાથી ઇનકાર કર્યો છે. બીજી તરફ તેની માતાએ તેને અભ્યાસ માટે હોસ્ટેલમાં મુકી છે.