મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ એ.એચ.પીના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે યોજાયેલી એ.એચ.પીની સભામાં અને મોડાસા ખાતે સામાજિક પ્રસંગે હાજરી આપવા પહોંચ્યા હતા. તાજેતરમાં યોજાયેલી ૫ રાજ્યોની ચૂંટણીમાં ભાજપનો વ્હાઇટ વોશ અંગે ચુટકી લેતા જણાવ્યું હતું કે રામ મંદિરની ચિંતા ન કરે, ખેડૂતોની સમસ્યા અને બેરોજગાર યુવાનોની સમસ્યા કરવાને બદલે પાકિસ્તાન અને મસ્જિદ જવાથી પાકિસ્તાન થોડું મત આપવાનું છે? કહી નરેન્દ્ર મોદીની પાકિસ્તાનની મુલાકાત અંગે ટીખળ કરી હતી ૫ રાજ્યોમાં જે રીતે હાર થઈ હતી. તેવી ગુજરાતમાં અને લોકસભામાં પરાજયનો સામનો કરવો પડશે, ખેડૂતોએ જ ભાજપને હરાવી હોવાનું જણાવ્યું હતું.

પ્રવીણ તોગડિયા શનિવારે ખેડૂતોના વિવિધ તકલીફો મુદ્દે દહેગામથી ગાંધીનગર સુધી હજ્જારો ખેડૂતો સાથે કૂચ કરવાના છે તે અંગે જણાવ્યું હતું કે, દહેગામના ખેડૂતો અને પશુપાલકોને ઉત્તમ ડેરી દૂધના ભાવ ઓછા આપતી હોવાથી વર્ષે દહાડે ૩૫ કરોડથી વધુનું નુકસાન ભોગવી રહ્યા છે. દહેગામનો મધુર ડેરીમાં સમાવેશ કરવાની માંગ સુજલામ સુફલામની જાહેરાત કરી પાણી બંધ કરી દીધુ હોવાથી ખેડૂતોના પાક નિષ્ફળ રહેતા અને પાક ઉપજના પૂરતા ભાવ મળતા ન હોવાથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે વિવિધ મુદ્દે કૂચ કરવામાં આવશે હાલ મગફળીના ટેકાના ભાવે મગફળી ખરીદીમાં પડતી તકલીફો અને રૂપિયા ચુકવવામાં ઢીલી નીતિ અંગે પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, બધા ખેડૂતો બહાર નિકળો અને સરકારનો ઘેરાવો કરવા અને ખેડૂત ભીખ નથી માગતો એના પરસેવાનો ભાવ માગે છે અને સરકાર ભાવ નહીં આપે તો ત્રણ રાજ્યોના જેવા ગુજરાતમાં પણ હાલ થશે તેવું ભાર પુર્વક જણાવ્યું હતું.

મોડાસા અને હિંમતનગર શહેરની મુલાકત સમયે મોટી સંખ્યામાં હિન્દૂ અગ્રણીઓ, એએચપીનાં કાર્યકરો અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને “જય જય શ્રી રામ” ના નારા ગુંજી ઉઠ્યા હતા.