મેરાન્યૂઝ નેટવર્ક.પોરબંદરઃ પોરબંદરના બરડા પંથકમાં આઠ ગામોને છેલ્લા પાંચ દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકોની હાલત કફોડી બની છે ખાંભોદર નજીક પાણીની પાઈપ લાઈન તુટતા આ પરિસ્થીત ર્સજાઈ છે. શિયાળાના સમયમાં પીવાના પાણીની મુશ્કેલી સામનો ગ્રામજનોએ કરવો પડી રહ્યો છે.

પોરબંદરના બરડા પંથકના આઠ ગામોને નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યુ છે. આ નર્મદાની પાણીની પાઈપ લાઈનમાં આવાર નવાર ભંગાણ ર્સજાતું હોય જેના કારણે પાણી વિતરણ ખોરવાય છે. તાજેતરમાં ખાંભોદરના વોકળામાં નર્મદાની પાઈપ લાઈન તુટતા તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે મજીવાણા, બગવદર, વાછોડા, ભારવાડા સહીતના આઠ ગામોને પીવાનું પાણી છેલ્લા પાંચ દિવસથી મળ્યું નથી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બગવદરમાં હાલ કેટલા વિસ્તારામો પશુને પીવાના અવેડા માંથી મહિલાઓને પાણી ભરવુ પડે છે.

નર્મદાની પાણીની પાઈપ લાઈન તુટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વોકળમાં પાણી ભરાઈ જતાં સમારકામની કામગીરી ખોરંભ ચડી છે જોકે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ એ એવું જણાવ્યું હતું કે જુની પાઈપ લાઈન ર્જજરિત થઈ જતા આ વિસ્તારમાં નવી પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થતાં પાણી પુરવઠો પૂવર્વત કરવામાં આવશે  બરડ પંથકનાઆ આઠ ગામોને નર્મદાનું ત્રણથી ચાર એમએલડી પાણી આપવામાં આવી રહંયુ છે હજુ પાઈપ લાઈન રિપેરીંગમાં ત્રણથી ચાર દિવસ જેવો સમય લાગશે આથી લોકોને હજુ પણ તરસ્યા રહેવું પડશે.