મેરાન્યૂઝ નેટવર્ક.પોરબંદરઃ ખાખી વર્દીનો ખોફ કેવો હોય છે તેનુ જીવંત ઉદાહરણ બગવદરના પ્રોબેશન પીરીયડના પીએસઆઈ એ બતાવ્યો છે. પોતાની કાર ને ઓવરટેક કરનાર બુલેટ ચાલક યુવાને પોલીસ સ્ટેશને લઈ જઈ અને બેટરી વડે વીજશોક આપવામાં આવ્યો હતો ઈજાગ્રસ્ત બનેલા યુવાન ને સારવાર માટે સરકારી હોસ્પીટલ ખાતે ખેસડવામાં આવ્યો હતો અને હોસ્પીટલના બીછાને થી આ યુવાને બગવદરના પીએસઆઈ સામે ગંભીર આક્ષોપો કર્યા હતા

રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામે રહેતો યુવાન લાખણશી સાજણ ઓડેદરા તેમના મિત્ર રાજશી રામ સુંડવાદરા સાથે બુલેટ લઈ અને લગ્નપ્રસંગ ના આમંત્રણ આપવા માટે સગા સબંધીને ત્યાં જઈ રહ્યા હતા. આ બન્ને યુવાનો ભારવડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન તેમણે બગવદરના પીએસઆઈ રાઠોડની કારને ઓવરટક કરી હતી. આથી પીએસઆઈ રાઠોડે બુલેટ ચાલક યુવાનને રોકી અને જરૂરી કાગળો માંગ્યા હતા અને મારી કારને કેમ ઓવરટેક કરી અને બન્ને યુવાનોને ભુંડી ગાળો આપી હતી. ત્યાર બાદ લાખણશી ઓડેદરાને બગવદર પોલીસ મથક લઈ ગયા હતા. ત્યાં પીએસઆઈ રાઠોડે યુવાનને બેટરી વડે હાથમાં શોક આપ્યા હતા. તે પછી યુવાનને મુકત કરી દીધો હતો. શોક આપવાના કારણે લાખણશીની તબીયત લથડતા તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિહજી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને તેમણે વીજશોક આપવા આગે પીએસઆઈ રાઠોડ સામે આક્ષોપો કર્યા હતા અને પીએસઆઈ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા માત્ર એનસી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પીએસઆઈએ ખાખી વર્દીનો રોફ જમાવી અને યુવાને વિજશોક આપતા ભારે ર્ચચા જાગી છે અને માત્ર એનસી કેસ દાખલ કરવામાં આવતા યુવાને કોર્ટના દ્વાર ખખડાવાની પણ ચિમકી ઉચ્ચારી છે.