મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ પોરબંદરના કુખ્યાત ભીમા ઓડેદરાને 2004માં થયેલા ટ્રીપલ ખુન કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી. ભીમા ઓડેદરાએ ઈસ્માઈલ  ટીટી સહિત કુલ ત્રણ વ્યકતિની હત્યા કરી હતી, જે કેસમાં પોરબંદર કોર્ટ દ્વારા બે વર્ષ પહેલા ભીમા ઓડદેરનાને નિદોર્ષ છોડવામાં આવ્યો હતો. આ ઘટનાથી નારાજ ઈસ્માઈલના પૌત્ર દ્વારા ભીમા ઉપર ગોળીબાર કરી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ સામાન્ય ઈજા થવા છતાં તેને તેમાં બચાવ થઈ ગયો હતો.

પોરબંદર કોર્ટ દ્વારા ભીમાને છોડી મુકવાના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડાકારવામાં આવ્યો હતો અને હાઈકોર્ટ દ્વારા સરકારી વકિલ દ્વારા મુકવામાં આવેલા પુરાવા અને તથ્યોને ધ્યાનમાં લઈ પોરબંદર કોર્ટના આદેશને રદ કરતા ભીમા સહિત તેના એક સાગરીતને આજીવન કારાવાસની સજા ફટકારી છે. ૂંટણી વખતે જ આવેલા ગુજરાત હાઈકોર્ટના આ આદેશને કારણે પોરબંદર ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. કારણ ભીમા ઓડેદરા મંત્રી બાબુ બોખરિયાના પિતરાઈ થાય છે. જેનો ઘણો લાભ ભાજપ અને મંત્રી બોખીરિયાને મળતો હતો.