મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: પંજાબ નેશનલ બેંક સાથે થયેલા કૌભાંડ મામલે સીરિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસે આઇસીઆઇસીઆઇ બેંકના સીએમડી ચંદા કોચર અને એક્સિસ બેંકની શિખા શર્માને નોટિસ પાઠવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજંસીએ બંને બેંકોના પ્રમુખને નોટિસ આપી ગીતાંજલિ ગૃપને વર્કિંગ કેપિટલ ફેસિલિટી આપવા પર જવાબ માગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 31 બેંકોના કન્સોર્ટિયમને હીરા વ્યાપારી નીરવ મોદી અને મેહુલ ચોકસીના ગીતાંજલિ ગૃપને 5280 કરોડ રૂપિયાની વર્કિંગ કેપિટલ ફેસિલિટી આપી હતી.

આ દરમિયાન પીએનમી કૌભાંડ કેસમાં સીબીઆઇએ ગીતાંજલિ ગૃપના વાઇસ પ્રેસિડેન્ટ (બેંકિંગ ઓપરેશન્સ) વિપુલ ચિતાલિયાની ધરપકડ કરી છે. એફએસઆઇઓએ આ મુદ્દે પહેલા પીએનબીને નોટિસ જારી કરી કહ્યું હતું કે હવે એજંસીએ કેટલીક અન્ય બેંકો પાસેથી આ વિશે જવાબ માગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આઇસીઆઇસીઆઇ બેંકે 405 કરોડ રૂપિયાની લોન ગીતાંજલિ ગૃપને જારી કરી હતી. આ સિવાય એક્સિસ બેંકે મોટી રકમની લોન જારી કરી હતી. આ વિશે એસએફઆઇઓ તરફથી ચંદા કોચર અને શિખા શર્માની પૂછપરછ કરવામાં આવી શકે છે.

કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ આવતા એસએફઆઇઓનું કામ વ્યવસાય ક્ષેત્રમાં થતા કૌભાંડોની તપાસ કરવાનું છે. એસએફઆઇએને શંકા છે કે નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ દેશભરમાં લગભગ 400 સેલ કંપનીઓ (બનાવટી કંપનીઓ) બનાવી હતી જેમાં દેશરભામાંથી નકલી ડાયરેક્ટર્સ પણ હતા અને તેમના દ્વારા રકમને દેશથી બહાર મોકલવાનું કામ કરવામાં આવ્યું.