મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં હજુ સુધી એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ચૂંટણીને જોતાં તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત પીએમ ઓફીસે તમામ મંત્રાલયો પાસે પરિયોજનાઓના રાજ્યવાર રિપોર્ટ આપવાનું કહ્યું છે. તેમાં તે પ્રોજેક્ટ્સ અંગે માહિતી માગી છે જેનું ઉદ્ઘાટન આગામી છ મહિના એટલે કે 31 ડિસેમ્બર સુધી કરી શકાય. તમામ મંત્રાલયોને કહેવાયું છે કે એવા તમામ પ્રોજેક્ટ્સની રિપોર્ટ આપો જેને આગામી છ મહિનામાં શરૂ કરાઈ શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ગાટનન કરી શકાય છે.

સૂત્રોના હવાલેથી મળેલી જાણકારી મુજબ તમામ મંત્રાલયોથી તેમના પ્રોજેક્ટ્સના નામ કહેવાના નિર્દેશ અપાયા છે. તે ઉપરાંત ફંડીગ પેટર્ન એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉપયુક્ત યોજનાને કેટલા ફાળવવામાં આવશે, શું યોજના શરૂ કરવા માટે જરૂરી મંજુરીઓ લેવાઈ ગઈ છે, તે તમામ જાણકારી મગવામાં આવી છે. તેમાં આવાસ અને શહેરી મામલાઓ, રોડ પરિવહન અને રાજમાર્ગો, રેલવે અને નાગરિક વિમાન મથક સહિત નજીવી પાયાના સ્ટ્રક્ચરના મંત્રાલયોને મહત્વ આપ્યું છે. જાણાકારી મુજબ તમામ મંત્રાલયોને એક સમર્થન પત્ર મોકલાયો છે. જેમાં તે યોજનાઓની માહિતી અને સંખ્યા દર્શાવવાનું કહ્યું છે જેનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી કરી શકે.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ એવા સમયમાં શરૂ કરાયો છે જ્યારે લોકસભા ચૂંટણીથી પહેલા ભાજપ શાસિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તે પહેલા ભાજપા શાસિત ઉત્તરપ્રદેશમાં આવો જ એક અભ્યાસ કરાયો હતો જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના એક વર્ષ બાદ લોકોમાં સામાન્ય ધારણા બનવા લાગી કે સરકાર બદલવા માટે એક વર્ષ બાદ પણ રાજ્ય પરિયોજનાઓ ચાલી રહી ન હતી.