મેરાન્યૂઝ નેટવર્ક, ઇસ્લામાબાદ: ભારત સરકારની મુસ્લીમોના પવિત્ર રમઝાન મહિના નિમિત્તે સરહદ તેમજ કાશ્મીરમાં હથિયાર નહિ ઉઠાવવાની વાત સામે આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાએ ફરી એકવાર ભારત અને વડાપ્રધાન સામે ઝેર ઓક્યું છે. જેમાં પોતાને આતંકી હાફીઝ સઈદના મેસેન્જર બતાવનાર મૌલાના બશીરે રમઝાન મહિનામાં જ ઉશ્કેરણીજનક નિવેદન કરતા કહ્યું છે કે, એક દિવસ ભારત અને અમેરિકામાં ઇસ્લામનો ઝંડો લહેરાશે અને પીએમ મોદીને મારી નાખવામાં આવશે.

આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના અગ્રણી જમાત-ઉદ-દાવાએ મુસ્લિમોને અપીલ કરી છે કે, તેઓ રમઝાનના પવિત્ર મહિનામાં જીહાદ છેડે. જેયુડીના ટોપ કમાન્ડર અને પોતાને આતંકી હાફીઝ સઈદના મેસેન્જર બતાવનાર મૌલાના બશીરે એ ઉશ્કેરણીજનક નિવેદન કરતા એવું પણ કહ્યું છે કે, એક દિવસ ભારત અને અમેરિકામાં ઇસ્લામનો ઝંડો લહેરાશે અને પીએમ મોદીને મારી નાખવામાં આવશે. મૌલાના બશીર અહમદ ખાકી શુક્રવારે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના રાવલકોટમાં પોતાના સમર્થકોને સંબોધી રહ્યા હતા. બશીરે તે દરમિયાન કહ્યું હતું કે, રમઝાન જીહાદ-ઓ-કતલ ( જેહાદ અને હત્યાઓ )નો મહિનો છે. જે જીહાદ કરતા શહીદ થશે તેના માટે જન્નતના દરવાજા ખુલ્લા રહેશે.

પાકિસ્તાન ભલે કાશ્મીરમાં આતંક ફેલાવવાના આરોપોને ફગાવી દેતું હોય પરંતુ બશીરના આ નિવેદને ફરી એકવાર પાકિસ્તાનની પોલ ખુલ્લી પાડી દીધી છે. બશીરે કહ્યું છે કે, જેડીયુના લડવૈયાઓ અત્યારે પણ કાશ્મીરમાં જીહાદ કરી રહ્યા છે અને ભારતીય સુરક્ષા દળો સાથે લડી રહ્યા છે.તે કસહ્મીરની આઝાદી અને ભારતની બરબાદી માટે જીહાદ વધારી રહ્યા હોવાથી અહિયાં આવેલા લોકોને તેમણે આગ્રહ કર્યો હતો કે, તેઓ જિહાદનો ઝંડો ઉઠાવે.લશ્કર-એ-તોયબાને તેમના આતાક્વાદીઓને કાશ્મીરની ઘાટીમાં મોકલીને તબાહી મચાવવા માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે.પોતાને લશ્કર-એ-તોયબાના સર્વેસર્વા હાફીઝ સઈદના મેસેન્જર બતાવતા બશીરે વધુમાં કહ્યું હતું કે, ભારત અને અમેરિકામાં ઇસ્લામનો ઝંડો લહેરાવવામાં આવશે.મોદીને મારી નાખવામાં આવશે અને ભારત તેમજ ઈઝરાઈલ તૂટીને વેરવિખેર થઇ જશે.