મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી ચીન માટે રવાના થઈ ગયા છે. અહીં ભારત, રુસ અને ચીન સહિત અન્ય સદસ્ય દેશોના નેતાઓ જોડાશે. તે વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા સાથે જ આતંકવાદ, ચમરપંથ અને કટ્ટરપંથ સામેની લડાઈમાં સહયોગ મજબૂત કરવા માટે નક્કર પગલા શોધશે. ચીન જતાં પહેલા વડાપ્રધાન મોદીએ લખ્યું, એસસીઓ પાસે આતંકવાદ, અલગતાવાદ અને ચમરપંથથી લડવાનો મોટો એજંડા છે.

અને વેપાર, કસ્ટમ, કાયદા, સ્વાસ્થ તથા કૃષિમાં ભાગીદારીમાં વૃદ્ધી આપવાની છે. પર્યાવરણ સંરક્ષણ અને તકલીફો જોખમોને ઓછા કરવા અને લોકો સાથે સંબંધો વધારવાનો લક્ષ્ય છે. એસસીઓની પૂર્ણ સદસ્યતાના સાથે સમ્મેલનમાં ભારતની આ પહેલી ભાગીદારી હશે. ગત વર્ષ જૂન 2017માં અસ્તાના સમ્મેલનમાં પાકિસ્તાન સાથે ભારત એસીઓ પૂર્ણકાલિક સદસ્ય બન્યું હતું. તે સંગઠનમાં ભારત અને પાકિસ્તાનના ઉપરાંત ચીન, રુસ, કાજાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન અને ઉજબેકિસ્તાન શામેલ છે. બે દિવસીય એસસીઓ સમ્મેલનમાં ભાગ લેવા માટે મોદી શનિવારે અહીં પહોંચી રહ્યા છે.

તેમના દ્વારા પોતાના સંબોધનમાં તે મોટા પડકારોથી લડવામાં ભારતના તેવર દર્શાવશે તેવી સંભાવના છે, જેનો વિશ્વ પણ સામનો કરી રહ્યું છે. ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારના અનુસાર આ વખતે આતંકવાદના મુદ્દા પર વધુ ફોકસ રહેશે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી આતંકવાદથી લડાઈ મુદ્દા પર પણ વાત થશે. તે સાથે રવીશ કુમારે કહ્યું કે ભારતે કેમ પાકિસ્તાનમાં સંપન્ન થયેલા આ સંઘઠનની એક હાલમાં જ બેઠકમાં હિસ્સો લીખો હતો. આ બેઠક સાંઘાઈ સહયોગ સંગઠનના રિજનલ એન્ટી સ્ટ્રક્ટર અંતર્ગત થઈ હતી. રવીશે કહ્યું કે આ બેઠકમાં એક ટેક્નિકલ ટીમ મોકલાઈ હતી અને તે અમારું કર્તવ્ય બને છે કે અમે બહુપક્ષીય બેઠકોનો હિસ્સો બનીએ, ભલેને તે ક્યાંય પણ સંપન્ન થઈ રહ્યું હોય.