મેરાન્યૂઝ, હરિદ્વાર: ગુજરાતના પાટીદારોના આસ્થાના કેન્દ્ર એવા ઉમિયા ધામ આશ્રમનું ઉત્તરાખંડના હરિદ્રાર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સથી ઉદ્ધાટન કરી હરિદ્રારમાં ઉપસ્થિત પાટીદારોને સંબોધિત કર્યા હતા તથા મહેસાણાની મહિલાઓનો ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનને આગળ ધપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉમિયા સંસ્થાના અધ્યક્ષ નારણ પટેલ સહિત ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ તથા ગુજરાતથી હરિદ્રાર પહોંચેલા પાટીદારો ઉપસ્થિત હતાં. (મોદીએ હરિદ્રારમાં હાજર પાટીદારોને કરેલ સંબોધનનો વીડિયો પણ અહીં પ્રસ્તુત છે)


જય ઉમિયા મા કહીને સંબોધન શરુ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સમય ન હતો નહીં તો રૂબરુમાં હરિદ્રાર આવ્યો હોત. 
- હું ટેકનોલોજીના માધ્યમથી મા ઉમિયાના ધામમાં ઉપસ્થિત થયો છું. 
- દરેક સંતાનના મનમાં ઇચ્છા હોય છે કે તેના માતા-પિતાને હરિદ્રાર, ઋષિકેશ સહિત ચારધામની યાત્રા કરાવે. 
- બાબા કાલી કમલીવાલા યાત્રાળુઓની સેવા કરતા હતાં જે પરંપરા હજુ પણ જારી છે.
- તમે જે ઉમિયા ધામ આશ્રમ બનાવ્યો છે તે દેશના તમામ યાત્રાળુઓનો લાભ મળશે 
- ટુરિઝમ કોન્સેપ્ટ દુનિયા માટે નવો છે પરંતુ ભારતમાં ચાર ધામ અને 12 જ્યોર્તિંલિંગની યાત્રા વર્ષોથી થાય છે. આ યાત્રા ભારત માતાના દર્શન સમાન છે. 
- ઉમિયા ધામ આશ્રમને કારણે ઉત્તરાખંડના ટુરિઝમને પ્રોત્સાહન મળશે. 
- હું તમારા (ગુજરાત) વચ્ચે જ મોટો થયો છું. 
- હું 1975-76માં મા ઉમિયાનો પર્વ ઉજવવામાં આવતો હતો ત્યારે હું ઉઝામાં રહીને એક સ્વયંસેવકના રૂપમાં તમારા વચ્ચે કામ કરતો હતો. હું ત્યારે વિદ્યાર્થી હતો પરંતુ મહિનાઓ સુધી ત્યા રહ્યો હતો અને તમારી સાથે સેવાના યજ્ઞમાં જોડાયો હતો. 
- જ્યારે મુખ્યમંત્રી બન્યો ત્યારે ફરી ઉમિયા મા નો પર્વ આવ્યો અને નારણ કાકા (ઉમિયા ધામના અધ્યક્ષ) મારા ખુરશી પર અને ટેબલ પર બેસી જતાં અને દબાણથી કહેતા સરકારે રોડ, પાણી, વીજળી ઉમિયા ધામમાં આપવી પડશે. 
- ઉમિયા ધામના ઉત્સવમાં હું પણ આવ્યો હતો. 
- ઉમિયા ધામ પૂજા, અર્ચનથી આગળ વધી સામાજીક ચેતના ફેલાવવાનું કામ કર્યુ છે. 
- ઉંઝામાં સ્ત્રી અને પુરુષનો જન્મદર સરખો થઇ રહ્યો છે તે માટે ઉમિયા ધામની કામગીરીને વંદન કરુ છું. 
- ખાસ કરીને ઉંઝા અને મહેસાણાની મહિલાઓએ બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનમાં કામ કર્યું છે. 
- મારો અનુભવ છે કે કુદરતી આફતના સમયે ઉમિયા ધામે લોકોની મદદ કરી છે. 
- મા ઉમિયાના દરેક ભક્તના ઘરે ટોયલેટ હોવુ જોઈએ તેનો પ્રણ લેવો જોઈએ 
- મા ઉમિયાના દર્શને જે ભક્તો આવે તેને પ્રસાદના રૂપમાં એક છોડ આપો. 
- આપણે આપણા સંતાનો પર ધ્યાન આપીએ અને વ્યસનથી મુક્ત રાખીએ.