મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ પોતાના મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા સોશ્યલ મીડિયા પર શરૂ કરાયેલા ફિટનેસ ચેલેન્જમાં ન ફક્ત હિસ્સો લીધો છે પણ એક રાજનૈતિક વિરોધીને પડકાર પણ આપ્યો છે. પીએમ મોદીએ બુધવારે ટ્વીટર પર પોતાની મોર્નિંગ એક્સરસાઈઝનો એક વીડિયો પોસ્ટ કર્યો. જે પછી તેમણે કર્ણાટકના સીએમ કુમારાસ્વામીને ફિટનેસ ચેલેન્જ આપી છે. હે તે જોવું રોમાંચક હશે કે કુમારાસ્વામી મોદીની ચેલેન્જનો શું જવાબ આપે છે.

પીએમ મોદીએ કુમારાસ્વામી ઉપરાંત ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રાને અને દેશના તે આઈપીએસ ઓફિસર્સને પણ ફિટનેસ ચેલેન્જ આપી છે જેમની ઉંમર 40થી વધુ છે. આપને જણાવી દઈએ કે અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કરતાં પીએમ મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી.

પીએમ મોદીએ તે સમયે તેને સ્વીકાર કરતાં કહ્યું હતું કે જલદી જ તે વીડિયો પોસ્ટ કરશે. બુધવારે પીએમએ પોતાના આ વાયદાને પુરો કરતાં યોગથી અલગ મોર્નિંગ એક્સરસાઈઝનો વીડિયો પોસ્ટ કર્યો હતો. મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે તે એક એવા ટ્રેક પર ચાલે છે જે પ્રકૃતિના પાંચ તત્વો પૃથ્વી, જળ, અગ્ની, વાયુ અને આકાશથી પ્રેરિત છે. પીએમએ લખ્યું કે તે શ્વાસની એક્સરસાઈઝ પણ કરે છે.

આ વીડિયોમાં વડાપ્રધાન મોદીએ બુદ્ધની પ્રતિમા સામે કસરત પણ કરતા દેખાય છે. તે ઉપરાંત તે પીએમ આવાસના ગ્રાઉન્ડમાં અલગ અલગ કસરત કરતા રહે છે. પીએમ એક એવા ગોલ ટ્રેક પર ચાલતા દેખાય છે જેમાં માટી, લાકડા, કાંકરા, પાણી વગેરે પણ છે. આને જ પીએમ પ્રકૃતિના પંચ તત્વથી પ્રેરિત એક્સરસાઈઝ કહે છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડ તરફથી ટ્વીટર પર શરૂ કરાયેલી આ ફિટનેસ ચેલેન્જ ઘણી સેલિબ્રિટિઝ અને સામાન્ય લોકોની પ્રતિક્રિયા આપતા પોતના વીડિયો પણ પોસ્ટ કરતા થયા છે.

એચ. ડી. કુમારાસ્વામિએ મોદી દ્વારા અપાયેલી ફિટનેસ ચેલેન્જને નકારી કાઢી છે અને કહ્યું છે કે, ફિઝિકલ ફિટનેસ કરતાં હું કર્ણાટકના વિકાસ માટે વધારે વિચારશિલ છું. આ સાથે તેમણે મોદીનો આભાર માનતા તેમણે એમ પણ લખ્યું કે, કર્ણાટકના વિકાસ માટે તમે મદદ કરજો.

Here are moments from my morning exercises. Apart from Yoga, I walk on a track inspired by the Panchtatvas or 5 elements of nature - Prithvi, Jal, Agni, Vayu, Aakash. This is extremely refreshing and rejuvenating. I also practice
breathing exercises. #HumFitTohIndiaFit pic.twitter.com/km3345GuV2

— Narendra Modi (@narendramodi) June 13, 2018