મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ફિલ્મ અભિનેતા અનુપમ ખેરનું કહેવું છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની ભૂમિકા નિભાવવી તેમના કેરિયરનો સૌથી મુશ્કેલ રોલ રહ્યો છે.

અનુપમ ખેરએ મંગળવારે માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન એવોર્ડ્સ-2018 દરમિયાન મીડિયા સાથે વાત કરી હતી. ભારતીય રંગમંચ અને સિનેમામાં યોગદાન માટે વિશેષ સન્માનથી નવાજાયા હતા.

એક સવાલનો જવાબ આપતા ખેરએ કહ્યું કે, મહત્વકાંક્ષી ફિલ્મ ‘દ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ની શૂટિંગ પુરી કરી લેવાઈ છે. અનુપમ ખેર એ કહ્યું કે, ના ફક્ત 40 ટકા શૂટિંગ પુરું થયું છે. મેં ચાર મહિના સુધી મનમોહન સિંહના ચારિત્રની ખુબ ઊંડાણ પૂર્વક ચકાસણી અને અધ્યયન કર્યું છે અને આ ખુબ મુશ્કેલ કિરદાર છે, જેને હું નિભાવી રહ્યો છું. હું આશા કરું છું કે દર્શક જલ્દી જ પડદા પર તેમની સફરને જોશે.

ખેરએ વધુમાં કહ્યું કે, દ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું પોતાનું શૂટિંગ (શેડ્યૂલ) પુરું કર્યા બાદ આ પુરસ્કારને ગ્રહણ કરવા માટે ઈંગલેન્ડથી સીધો અહીં આવ્યો છું. આ પુરસ્કારને મેળવતા હું ખુદને ઘણી સમ્માનતા અને નસીબદાર અનુભવું છું.

ઉલ્લેખનીય છે કે સંજય બારુની પુસ્તક દ એક્સિડેન્સલ પ્રાઈમ મિનિસ્ટરઃ દ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ પર આધારિત છે. ફિલ્મની પટકથા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેદા નિર્દેશક હંસલ મહેતાએ લખી છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ આગામી લોકસભા ચૂંટણી 2019ના કેટલાક સમય પહેલા 2018માં રિલીઝ થઈ શકે છે.