મેરાન્યૂઝ.લંડનઃ વિશ્વમાં જાણીતી મેગેઝીન પ્લેબોયના ફાઉન્ડર હ્યુ હેફનરનું 91 વર્ષની વયે અવસાન થયું છે. પ્લેબોય મેગેઝીનની શરૂઆત શિકાગોમાં વર્ષ 1953માં થઈ હતી.

હ્યુ હેફનરે તે સમયે પોતાની માતા પાસેથી 1000 ડોલર ઉછીના લીધા હતા. ડિસેમ્બર 1953માં આ મેગેઝીનનો પ્રથમ ઈશ્યુ પબ્લીશ થયો હતો, જે સમયે તેની અંદાજીત 53 હજાર કોપીનું વેચાણ હતું. વર્ષ 1972 સુધીમાં તો તેનું વેચાણ ટોચ પર પહોંચી ગયું હતું.

 હાલની સ્થિતિ જોવા જઈએ તો પ્લેબોય પર રિઝવી ટ્રેવર્સ મેનેજમેન્ટનું રાજ છે. તેમની પાસે બે-તૃત્યાંશ શેર છે જ્યારે હ્યુ પાસે એક-તૃત્યાંશ શેર છે.