મેરાન્યૂઝ નેટવર્ક.મોસ્કોઃ રશિયન એરલાઈન્સનું પ્લેન રવિવારે જ ઉડાન ભર્યા બાદ ક્રેશ થયું હતું. રશિયન મીડિયા અનુસાર, પ્લેનમાં સવાર 65 પેસેન્જર્સ સહિત કુલ 71 વ્યક્તિ હતા. ઘણા લોકોએ નજરે એરક્રાફ્ટમાંથી આગના ગોળાની માફક પડતાં જોયું છે. તેમાં સવાર એક પણ વ્યક્તિના જીવ બચ્યા નથી. જોકે હાલ લોકોના મોતની પૃષ્ટી થઈ નથી.
રુસમાં મોટી હવાઈ દુર્ઘટના બની છે, રાજધાની મોસ્કોમાં સારતોવ એરલાઈન્સનું એટોનોવ એન-148 વિમાન ક્રેશ થઈ ગયું છે. વિમાને દોમોદેદોવો એરપોર્ટથી ઉડાન ભરી હતી. અને તે મોસ્કો જઈ રહ્યા હતા. વિમાનના ઉડાન ભરતા જ તે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. વિમાન કુલમાં કુલ 65 યાત્રીઓ અને 6 ક્રુ મેમ્બર સવાર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈના પણ બચવાની આશંકા નથી. જોકે હાલ વિમાન ક્રેશ થવાના કારણો સામે આવ્યા નથી