મેરાન્યૂઝ નેટવર્ક. અમદાવાદઃ દેવભૂમિ દ્વારકાની કોર્ટ દ્વારા પોક્સોના કેસમાં કરેલી સજાને પડકારતી અપીલની સુનવણી ગુજરાત હાઈકોર્ટના જસ્ટીશ એમ આર શાહ અને જસ્ટીશ વાય એ કોગેઝે સામે નિકળ હતી. જેમાં કોર્ટે ચુકાદા આપતા કહ્યું કે તરૂણ અવસ્થામાં પ્રેમ થાય તે દરમિયાન શરીર સંબંધ બંધાય તો પણ પોક્સોના કાયદા પ્રમાણે ઓછામાં ઓછી દસ વર્ષની સજા જ થાય કારણ કોર્ટ તરૂણ અવસ્થા ધ્યાનમાં રાખી સજા માફ કરી શકે નહીં કોર્ટે નોંધ્યું કે, આ સજાને કારણે યુવાનીનો લાંબો દાયકો જેલમાં પસાર થાય છે તેની અસર કારર્કીદી ઉપર થતી હોવા છતાં કોર્ટ તેમાં કોઈ રાહત આપી શકે નહીં.

હાઈકોર્ટે ભારત અને ગુજરાત સરકારને નિર્દેશ આપ્યો કે આ કાયદાની ગંભીરતા યુવાનો સમજે તે માટે અખબાર, ટેલીવીઝ, રેડીયો અને ચોપાનીયા દ્વારા લોકો સુધી આ કાયદાની સમજ પહોંચાડો સાથે શિક્ષણ વિભાગને પણ તાકીદ કરી કે સ્કુલ અને કોલેજોમાં પણ આ અંગે જાગૃતિ અભિયાન કરો.