મેરાન્યૂઝ નેટવર્ક.ગીર-સોમનાથ: કોડીનારના દેવલી ગામ ખાતે એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. જેમાં 15 ફૂટનો એક મગર રસ્તા પર આવી ચડયો હતો. જેને પગલે સ્થાનિકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ છવાયો હતો. અને લોકોએ વન વિભાગને આ અંગેની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો દોડી ગયો હતો. તેમજ મગરને પાંજરે પૂરવા માટે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજે અડધો કલાક ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશન બાદ મગરને પકડી પાડવામાં આવ્યો હતો. આ દ્રશ્યો જોવા સ્થાનિક લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.