મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સામે કારડિયા રાજપુતોનું આંદોલન ઉગ્ર બનતુ જાય છે. જીતુ વાઘાણીના વ્યવહાર અને કાર્ય પધ્ધતિ સામે અનેક રજુઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા તા 15મી રોજ ભાવનગરના બુધેલ ગામ ખાતે કારડિયા રાજપુતોનું સંમેલન મળી રહ્યું છે. પણ તે પહેલા ગામે ગામ રાત્રી બેઠકો શરૂ થઈ ગઈ છે. જેમાં કઈ રીતે જીતુ વાઘાણી સામે લડત માંડી શકાય તેની ચર્ચાઓ પણ શરૂ થઈ છે.

બુઘેલ ગામના પુર્વ સરપંચ દાનસંગ મોરી જીતુ વાઘાણીના ખોટા હુકમને તાબે નહીં થતાં તેમની ઉપર ખોટા કેસ કરી તેમને પરેશાન કરી મુકવામાં આવ્યા તેના પગલે સમગ્ર કારડિયા સમાજે વાઘાણી સામે લડતના મંડાણ કર્યા છે, આ મુદ્દે મધ્યસ્થિ કરવા જશા બારડ પણ આવ્યા હતા, પણ સમાજે તેઓ દાનસંગ સાથે છે તેવું સ્પષ્ટ કહી દીધું હતું, આમ 15મીનું સંમેલન રોકવા માટે ભાજપના કોઈ પ્રયાસ હજી સુધી સફળ રહ્યા નથી. કારડિયા રાજપુતની જ્યાં પણ વસ્તી હોય તેવા ગામમાં રાત્રી બેઠકો પણ શરૂ થઈ ગઈ છે.

પુર્વ સરપંચ દાનસંગ મોરીની સારી છાપને કારણે ગામના પાટીદારો પણ તેમના આંદોલનને ભાગ બની રહ્યા છે. સૌરાષ્ટ્રના જેતપુર સિહોર અને સુત્રાપાડા ખાતે મોટી સંખ્યામાં રાજપુતોની રેલી નિકળી હતી અને તેમણે મામલતદારને આવેદન પત્ર આપી વાઘાણીના ખોટા કામ રોકવા માગણી કરી તેમની સામે પગલાં ભરવા જણાવ્યું હતું.