મેરાન્યૂઝ, અલવર: ટૂંક સમયમાં જ તમને બાબા રામદેવની પતંજલિ બ્રાંડના અંડરવિયરથી લઇને સ્પોર્ટ્સવિયર જોવા મળે તો નવાઇ ન પામતા. પતંજલિ આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્સમાં સફળતા બાદ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની પતંજલિ આયુર્વેદ લિમિટેડ હવે ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એટલે કે કાપડ ઉદ્યોગમાં ઉતરવા તૈયાર છે. અલવરમાં પતંજલિ ગ્રામોદ્યોગનું ઉદ્ધાટન કરતા યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે પતંજલિ ટૂંક સમયમાં કાપડ અને ટેક્સટાઇલ માર્કેટમાં ઉતરશે અને વિદેશી કંપનીઓને ટક્કર આપશે. પતંજલિ અંડરવિયરથી લઇને પારંપરિક વસ્ત્રો તથા સ્પોર્ટ્સવિયર પણ બનાવશે.

પતંજલિના પ્રવક્તા એસ.કે. તિજારાવાલાએ જણાવ્યુ હતું કે કંપની સ્વદેશી વસ્ત્રો બનાવશે જેનું શરુઆતી ટાર્ગેટ 5 હજાર કરોડ રૂપિયા હશે. પતંજલિ જીન્સ અને સ્વેટર પણ બનાવશે.